PM Modi: અમદાવાદમાં પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 8 લોકોની ધરપકડ, જાણો વિગત
પ્રધાનમંત્રી મોદી સામે વાંધાજનક સુત્રોના પોસ્ટર લગાવાયા હતા, જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે.
PM Modi: અમદાવાદમાં પીએમ મોદી સંદર્ભે પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 8 અલગ અલગ સ્થળ પર અનધિકૃત રીતે પોસ્ટર લગાવવા બદલ 8ની ધરપકડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી સામે વાંધાજનક સુત્રોના પોસ્ટર લગાવાયા હતા, જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ તમામ લોકો વિરુધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે 8 વ્યક્તિઓ સામે ફરીયાદ દાખલ કરીને કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારો કે જેમકે વટવા, ઈસનપુર, મણીનગર, નારોલ, વાડજમાં પોસ્ટરો લગાવાવમાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ તમામ પોસ્ટર સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા હતા.
Gujarat | Eight persons arrested for putting up 'Modi Hatao Desh Bachao' posters in different parts of Ahmedabad city. Case registered, further action underway: Police
— ANI (@ANI) March 31, 2023
આ ધરપકડો આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પોસ્ટર ઝુંબેશ શરૂ કર્યાના એક દિવસ પછી કરવામાં આવી છે. AAPએ દેશભરની 11 ભાષાઓમાં ભાજપ વિરુદ્ધ આ પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે.
PM નરેન્દ્ર મોદી ગુરુવારે (30 માર્ચ) મોડી સાંજે નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. PM નરેન્દ્ર મોદી એક કલાકથી વધુ સમય વિતાવી વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંસદના બંને ગૃહોમાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં તેમની કેટલીક તસવીરો સામે આવી છે. પીએમએ બાંધકામ સાથે સંકળાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. નવી ઇમારત સંસદના શિયાળુ સત્ર માટે ઓક્ટોબર 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નવી સંસદનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે.કેન્દ્ર સરકારે 2019 માં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં નવી દિલ્હીમાં અન્ય પ્રોજેક્ટ્સ સાથે નવી સંસદ ભવનનું નિર્માણ સામેલ છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર હશે. નવી ઇમારત 150 વર્ષથી વધુના લાઈફસ્પેન માટે ડિઝાઇન કરવામાં આવી છે.