આઇસ્ક્રિમના શોખિનો સાવધાન, આ કંપનીના ચોકલેટ કોર્નમાંથી નીકળી ગરોળીની પૂંછડી
Ahmedabad News: આપણી ખાણીપીણીની બજારમાં હાઇજિનના નામે કેટલી બેદરકારી દાખવવામાં આવે છે. તેનો નમૂનો આઇસ્ક્રિમના કોનમાંથી મળ્યો છે. આ કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી છે.

Ahemdabad News: અમદાવાદના મણિનગરના રહેવાસીને હેવમોર કંપનીના આઇસ્ક્રિમની ખરીદી પર ખૂબ જ કડવો અનુભવ થયો, અમદાવાદના મણિનગરમાં રહેતા આ પરિવારે રાત્રે હેવમોરનો આઇસ્ક્રિમ ઓર્ડર કર્યો હતો પરંતુ આ આઇસ્ક્રિમના ચોકલેટના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળતા પરિવારએ આ મામલે ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગે તપાસ હાથ ઘરી છે. હેવમોર જેવી ફેમસ કંપનીના હાઇજિના કેવા ધારા ધોરણ છે તે આ ઘટનાનો પુરાવો છે. પરિવારે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. જે કંપનીની મોટી બેદરકારીનો નમૂનો પૂરો પાડે છે.
અમદાવાદના મણિનગરના રહેવાસીને હેવમોર કંપનીના આઇસ્ક્રિમની ખરીદી પર ખૂબ જ કડવો અનુભવ થયો, અમદાવાદના મણિનગરમાં રહેતા આ પરિવારે રાત્રે હેવમોરનો આઇસ્ક્રિમ ઓર્ડર કર્યો હતો પરંતુ આ આઇસ્ક્રિમના ચોકલેટના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળતા પરિવારએ આ મામલે ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગે તપાસ હાથ ઘરી છે. હેવમોર જેવી ફેમસ કંપનીના હાઇજિના કેવા ધારા ધોરણ છે તે આ ઘટનાનો પુરાવો છે. પરિવારે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. જે કંપનીની મોટી બેદરકારીનો નમૂનો પૂરો પાડે છે.
આ પહેલા પણ આવી જ એક ઘટના મુંબઇના મલાડ વિસ્તારમાં બની હતી. અહીં મુંબઈના મલાડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક મહિલાએ દાવો કર્યો છે કે, આઇસક્રીમ કોનની અંદરથી એક કપાયેલી માનવ આંગળી મળી આવી હતી. મહિલાએ તેની તસવીર શેર કરી હતી. અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેનું કહેવું છે કે, તેણે આઇસક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે, આઈસ્ક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. પોલીસે આઈસ્ક્રીમમાંથી મળેલા માનવ શરીરના અંગને વધુ પુષ્ટિ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.
દાવો શું છે?
મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાધો છે, પરંતુ જેવી તેને ખબર પડી કે કંઈક ખોટું થઇ રહ્યું છે, તેણે આઈસ્ક્રીમમાં માનવની એક વિકૃત આંગળી જોઈ. પોલીસે કહ્યું, "ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદર એક મહિલાને માનવ આંગળીનો ટુકડો મળ્યો." જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. આઈસ્ક્રીમમાં મળી આવેલા માનવ શરીરના ભાગને એફએસએલ (ફોરેન્સિક)માં મોકલવામાં આવી છે.
જ્યારે ઓર્લેમના રહેવાસી બ્રેન્ડન સેરાવે (27) બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમ કોનનો ઓર્ડર આપ્યો, ત્યારે તેને ખ્યાલ નહોતો કે, તેમને આવો ભયંકર અનુભવ થશે. મહિલાએ જણાવ્યું કે આઈસ્ક્રીમની અંદર લગભગ 2 સેમી લાંબો માનવ આંગળીનો ટુકડો હતો. સેરાવ વ્યવસાયે MBBS ડૉક્ટર છે.
એફપીજેના જણાવ્યા મુજબ, તેની બહેન સવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી જ્યારે તેણે તેણીને યાદીમાં ત્રણ બટરસ્કોચ કોન આઈસ્ક્રીમ ઉમેરવા કહ્યું. આઈસ્ક્રીમની ડિલિવરી થતાં તેણે કોન ખોલ્યો અને આંગળીનો ટુકડો બહાર આવ્યો. તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઈસ્ક્રીમ જ્યાંથી બનાવવામાં આવ્યો હતો.





















