સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં મોકલાતા હોવાનો કોંગ્રેસનો આરોપ, ટ્રકમાં પુસ્તકો સાથેનો વીડિયો વાયરલ
ધોરણ 5 ધોરણ 8 અને ધોરણ 12 ના પુસ્તકો પંજાબના એક ટ્રકમાં ભંગારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાનોએ ટ્રક ને પકડી પાડતાં હંગામો મચી ગયો હતો.

અમદાવાદ: અમદાવાદના અસારવા ખાતે પાઠય પુસ્તક મંડળ તરફથી વિના મૂલ્યે આપવામાં આવતા ધોરણ 5 ધોરણ 8 અને ધોરણ 12 ના પુસ્તકો પંજાબના એક ટ્રકમાં ભંગારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાનોએ ટ્રક ને પકડી પાડતાં હંગામો મચી ગયો હતો.
શહેરના અસારવા ખાતે છેલ્લા ત્રણ દિવસથી ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આપવામાં આવતા પુસ્તકો ભંગારના ભાવે વેચી હેરાફેરી થઈ રહી છે. તેવી સ્થાનિક આગેવાનોને ફરિયાદ મળી હતી ત્યારે આજે સવારે એક પંજાબની ટ્રક રોકી તપાસ કરતા તેમાંથી ધોરણ 5 અને ધોરણ 8 થતાં ધોરણ 12 ના સામાજિક વિજ્ઞાન ગણિત ગમ્મત સહિતના પુસ્તકો મળી આવ્યા હતા.
Ahmedabad: અસારવામાં સરકારી પાઠ્યપુસ્તકો લઈ જતો એક ટ્રક ઝડપાયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ#Gujarat #Governmentbooks #books pic.twitter.com/lqyoqOxpUC
— ABP Asmita (@abpasmitatv) July 11, 2025
આ બાબત સ્થાનિકોએ પોલીસને મામલાની જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ પુસ્તક ગરીબ વિદ્યાર્થીઓ માટે હોય છે પણ આ પુસ્તકો પસ્તીના ભાવે વેચી દેવામાં આવે છે એક બાજુ બાળકોને ભણવા માટે પુસ્તક નથી મળતા અને બીજી બાજુ આવા પુસ્તકો ભંગારમા આપી કૌભાંડ કરવામાં આવે છે.
સરકારી પુસ્તકો ઝડપાતા કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા
અમદાવાદમાં ટ્રકમાંથી સરકારી પુસ્તકો ઝડપાતા કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પુસ્તકો સગેવગે કરાતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે. બાળકોને મફત પુસ્તક યોજનાના પુસ્તકો પસ્તીમાં જતા અટકાવ્યા હોવાનો દાવો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા, જામનગરમાં પણ આવું કૌભાંડ હોવાનું કૉંગ્રેસનું કહેવું છે. કોંગ્રેસે શિક્ષણના અધિકાર છીનવવાના ભાજપ પર આરોપ લગાવ્યા છે. ગુજરાતમાં ગરીબોનું અનાજ બારોબર વહેંચવાનું કૌભાંડ ચાલે છે તેમજ શિક્ષણના અધિકાર છીનવવાના ભાજપ પર આરોપ લગાવ્યો છે.





















