Ahmedabad: ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા હવે લેવું પડશે ટોકન, જાણો કેવી રીતે મળશે આ ટોકન અને શું છે પ્રક્રિયા
ગઈકાલે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે મંગળવારે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા.
ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકારે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરી છે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. જે માટે સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે 8 થી9માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવવાનું રહેશે.
ગંભીર દર્દીઓને કે જેમનું કોરોનાના અસરની કારણે ઓક્સિજન લેવલ 92%થી ઓછું થઇ ગયું છે. તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે મંગળવારે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 174 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, મહેસાણા-2, જામનગર કોર્પોરેશન- 14, રાજકોટ કોર્પોરેશન-9, સુરત-3, જામનગર-11, સુરેન્દ્રનગર-8, વડોદરા-5, બનાસકાંઠા-6, કચ્છ-10, દાહોદ-3, પાટણ-2, ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-0, મહીસાગર-2, નવસારી-1, જુનાગઢ-4, ભરુચ-5, પંચમહાલ-1, આણંદ 1, જુનાગઢ કોર્પોરેશન-3, આણંદ-1, અરવલ્લી-3, સાબરકાંઠા-8, મોરબી-5, રાજકોટ-6, છોટા ઉદેપુર-2, દેવભૂમિ દ્વારકામાં 5ના મૃત્યુ સાથે કુલ 174 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5672, સુરત કોર્પોરેશન-1764, વડોદરા કોર્પોરેશન-622, મહેસાણા-491, જામનગર કોર્પોરેશન- 407, રાજકોટ કોર્પોરેશન-363, સુરત-352, જામનગર-314, સુરેન્દ્રનગર-251, ભાવનગર કોર્પોરેશન-250, વડોદરા-236, બનાસકાંઠા-233, કચ્છ-183, દાહોદ-181, પાટણ-182, ગાંધીનગર-162, ગાંધીનગર કોર્પોરેશન-162, મહીસાગર-155, નવસારી-140, ખેડા-139, તાપી-138, અમરેલી-137, ભાવનગર-135,. ગીર સોમનાથ-128, જુનાગઢ-127, ભરુચ-123, પંચમહાલ-123, વલસાડ-119, જુનાગઢ કોર્પોરેશન-110, આણંદ-109, અરવલ્લી-94, સાબરકાંઠા-84, મોરબી-74, રાજકોટ-71, છોટા ઉદેપુર-58, દેવભૂમિ દ્વારકામાં 41, પોરબંદરમાં 34, ડાંગમાં 19 અને બોટાદમાં 10 કેસ સાથે કુલ 14120 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,64,559 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,93,303 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,17,57,862 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.