અમદાવાદમાં લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ, પત્નીએ પોલીસ પતિની કરી હત્યા
દાણીલીમડામાં પોલીસ પતિની હત્યા કર્યા બાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી

અમદાવાદમાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. દાણીલીમડામાં પોલીસ પતિની હત્યા કર્યા બાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. મૂળ રાજકોટના જસદણના અને હાલ દાણીલીમડા પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમારનું મહિલા પોલીસકર્મચારી સાથે અફેર ચાલતું હતું.. થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા. આ બાબતે મૃતક પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. ગઈકાલે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા પત્ની સંગીતાબેનને હેલ્મેટ માર્યું હતું બાદમાં પત્નીએ પતિને ઘોડિયાનો પાયો મારતાં પતિનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પત્નીએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પણ આ ખૂની ખેલ ખેલાયો ત્યારે તેમનું બાળક ઘરમાં જ હતું, બાદમાં તેણે જ ઘરનો દરવાજો ખોલી બહાર જઈને પાડોશીને જાણ કરતાં પોલીસ પહોંચી હતી. મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર A ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
મળતી જાણકારી અનુસાર, મુકેશભાઈ પરમારનું મહિલા પોલીસકર્મચારી સાથે અફેર ચાલતું હતું. તેઓ થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા. આ બાબતે મૃતક પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. આ મામલે 4 ઓગસ્ટના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તેને લઈને મુકેશભાઈએ પત્ની સંગીતાબેનને હેલ્મેટ માર્યું, બાદમાં પત્નીએ પતિને ઘોડિયાનો પાયો મારતાં તેમનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પત્નીએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધો હતો.
મૃતક પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર મૂળ રાજકોટના જસદણના વતની છે. તેમનું અમદાવાદની એક પોલીસ કોન્સ્ટેબલ સાથે અફેર ચાલતું હતું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ થોડા દિવસ પોતાની પત્ની સાથે રહેતો હતો અને થોડા દિવસ અન્ય મહિલા પોલીસકર્મી સાથે રહેતો હતો. પ્રાથમિક તપાસમાં લાગે છે કે મુકેશભાઈનું મોત માથાની પાછળ ઈજાના કારણે અને પત્ની સંગીતાબેનનું ગળાફાંસાના કારણે મોત થયું છે. આ સમગ્ર બનાવ સમયે તેમનો આઠ વર્ષનો છોકરો ઘરમાં હાજર જ હતો. બનાવ સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. હાલ આ બાબતે અલગ અલગ એંગલથી તપાસ કરાઇ રહી છે. ગઈકાલે સવારે પણ જ્યારે પતિ પત્ની ઝઘડી રહ્યા હતા ત્યારે આસપાસના પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ત્યાં જઈને સમજાવટ કરી હતી ને ત્યાંથી તેઓ નીકળી ગયા હતા.





















