ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ, જાણો કેવી રીતે કામ કરે છે શહેર પોલીસ
Ahmedabad: તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ શહેરને સ્વચ્છતા અને સલામતી માટે વખાણ્યું. આ માટે ચોક્કસ આધાર છે. રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા અને સલામતીમાં અમદાવાદ અવ્વલ રહ્યું છે.

Ahmedabad: તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ શહેરને સ્વચ્છતા અને સલામતી માટે વખાણ્યું. આ માટે ચોક્કસ આધાર છે. રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા અને સલામતીમાં અમદાવાદ અવ્વલ રહ્યું છે. વિશ્વમાં શહેરોની સલામતી માટે રેન્કિંગ જાહેર કરતી સંસ્થા- ન્યુમ્બિયો (Numbeo)એ અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કર્યું છે. ત્યારે ચાલો, જોઈએ કે કેવી રીતે ગુજરાત પોલીસ શહેરને સલામત રાખવા માટે જહેમત ઉઠાવી રહી છે.
ગુજરાતના મેગા સિટી અમદાવાદને યુરોપિયન ઑર્ગેનાઇઝેશન - નમ્બિઓ દ્વારા ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવેલ છે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) August 26, 2025
મા.વડાપ્રધાનશ્રીનાઓની તાજેતરની અમદાવાદ શહેરની મુલાકાત દરમિયાનના અમદાવાદ શહેર વિશે પ્રતિભાવ...https://t.co/i9n52tzNAs#SafestCityInIndia
*સુરક્ષા માટે સજજ શહેર… pic.twitter.com/0jJtHN9ZDp
પ્રતિષ્ઠિત ન્યુમ્બિયો સેફ્ટી ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું છે. આ સિદ્ધિનો મુખ્ય આધાર શહેરમાં ફેલાયેલું ૨૫,૦૦૦ CCTV કેમેરાનું સઘન નેટવર્ક છે. આ પૈકી ૪,૦૦૦ કેમેરા 'સેફ સિટી' અને 'નિર્ભયા' પ્રોજેક્ટ અંતર્ગત સીધા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમની નજર હેઠળ છે. મહત્વની વાત એ છે છે કે, બાકીના ૨૧,૦૦૦ CCTV કેમેરા સ્થાનિક વેપારીઓ, રહેણાંક સોસાયટીઓ અને જાગૃત નાગરિકોની ભાગીદારીથી લગાવવામાં આવ્યા છે.
પોલીસ દળ માનવીય અભિગમ પર પણ ભાર મૂકી રહ્યું છે
ટેકનોલોજીની સાથે-સાથે પોલીસ દળ માનવીય અભિગમ પર પણ ભાર મૂકી રહ્યું છે. શહેરની ૫૦ 'શી-ટીમ' ખાસ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે દિવસ-રાત કાર્યરત છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકના મતે, આ ટીમો સીધી લોકો સુધી પહોંચીને તેમની ફરિયાદો સાંભળે છે અને તાત્કાલિક મદદ પૂરી પાડે છે.
હત્યા, લૂંટ, ધાડ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો
આ સમગ્ર સુરક્ષા તંત્રની સીધી અસર ગુનાખોરીના આંકડા પર જોવા મળી રહી છે. અમદાવાદમાં ગંભીર પ્રકારના ગુનાઓ ઉકેલવાનો દર ૯૫% ને પાર કરી ચૂક્યો છે. છેલ્લાં વર્ષોની તુલનામાં હત્યા, લૂંટ, ધાડ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ, આધુનિક ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ, પોલીસની પ્રો-એક્ટિવ કામગીરી અને જનતાના સહયોગના આ મોડેલ દ્વારા અમદાવાદે સાબિત કરી દીધું છે કે કેવી રીતે એક મહાનગરને શાંત અને સુરક્ષિત બનાવી શકાય છે.





















