શોધખોળ કરો

Ahmedabad Blast 2008: 14 વર્ષ અગાઉ 26 જૂલાઇ 2008ના રોજ અમદાવાદમાં શું બન્યું હતું?

અમદાવાદમાં 26 જૂલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતોમાંથી 38 દોષિતોને આજે ફાંસીની સજા આપવામાં આવી હતી

અમદાવાદઃ અમદાવાદમાં 26 જૂલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતોમાંથી 38 દોષિતોને આજે ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે 11 દોષિતોને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. દેશના ઈતિહાસમાં સૌથી મોટો ઐતિહાસિક ચુકાદો છે. કોર્ટે સિરિયલ બ્લાસ્ટમાં મૃતકોના પરિવારને એક લાખ અને ગંભીર ઈજાગ્રસ્તોને વળતર આપવાનો આદેશ કર્યો હતો જ્યારે ઓછી ઈજા થયેલા લોકોને 25 હજારનું વળતર આપવાનો પણ આદેશ કરાયો હતો.

70 મિનિટમાં જ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતા

26 જુલાઈ, 2008ના રોજ શનિવારને અમદાવાદીઓ ભૂલી નહી શકે. એ દિવસે સાંજના સાડા છ વાગ્યાથી 8:10 વાગ્યા સુધીમાં શહેર સિરિયલ બોમ્બબ્લાસ્ટથી ધણધણી ઊઠ્યું હતું. શહેરમાં એક બાદ એક 70 મિનિટમાં જ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુને ઈજા પહોંચી હતી. મૃતકોનું સતત 72 કલાક સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારોમાં થયા હતા બ્લાસ્ટ

શહેરના હાટકેશ્વર, નરોડા, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, નારોલ સર્કલ, જવાહર સર્કલ, ગોવિંદ વાડી, ઇસનપુર, ખાડિયા, રાયપુર ચકલા, સરખેજ, સારંગપુર, ઠક્કરબાપા નગર, બાપુનગર વિસ્તારમાં વિસ્ફોટ થયા હતા. તે સિવાય રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.

45 ફરિયાદ નોંધાઇ હતી

આ વિસ્ફોટની જવાબદારી આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીને સ્વીકારી હતી. જેમાં રિયાઝ, ઇકબાલ, યાસીન ભટકલ માસ્ટરમાઇન્ડ હતા. આતંકીઓએ વિસ્ફોટનું પ્લાનિંગ કેરળના જંગલોમાં કર્યુ હતું. ત્યારે બ્લાસ્ટ બાદ આતંકીઓનું મોડ્યુલ સામે આવતા તપાસની જવાબદારી ખાસ અધિકારીઓને સોંપવામાં આવી હતી અને 19 દિવસમાં સમગ્ર કેસ ઉકેલી દેવાયો હતો આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઇઆર નોંધવામાં આવી હતી.

ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા.

આતંકીઓ કારમાં લાવ્યા હતા વિસ્ફોટકો

ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલો લેવા કાવતરુ ઘડવામાં આવ્યું હતું. આતંકીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ આવી હતી. આતંકીઓ મુંબઇથી કારમાં વિસ્ફોટકો લાવ્યા હતા. કાર મારફતે અમદાવાદ અને સુરતમાં વિસ્ફોટકો લાવવામાં આવ્યા હતા. સમગ્ર કાવતરા માટે 13 સાઇકલો ખરીદી હતી અને લોકલ સ્લીપર સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 82 આતંકીઓને પકડી લેવાયા હતા.

કેસમાં 6000 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા 

ડિસેમ્બર 2009માં લાંબી કાયદાકીય કાર્યવાહી શરૂ થઇ હતી. આ કેસમાં 1163 લોકોની જુબાની લેવામાં આવી છે. 1237 સાક્ષીઓને પડતા મુકાયા હતા. 6000 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. 51 લાખ પેજની 521 ચાર્જશીટ દાખલ કરાઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્તGujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget