Ahmedabad: યુવતીએ ક્લિનિકમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, પૂર્વ મંગેતર પર દુષ્કર્મ આચરી સગાઈ તોડવાનો આરોપ
અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પૂર્વ મંગેતર પર દુષ્કર્મ આચરી સગાઈ તોડી નાખ્યાનો આરોપ લાગ્યો છે.

અમદાવાદ: અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પૂર્વ મંગેતર પર દુષ્કર્મ આચરી સગાઈ તોડી નાખ્યાનો આરોપ લાગ્યો છે. પૂર્વ મંગેતર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ તો યુવતીના આપઘાત કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ નારણપુરાના એક ક્લિનિકમાં આપઘાત કર્યો છે. યુવતી સાથે યુવાને સગાઈ કરી હતી અને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.
ક્લીનીકમા નોકરી કરતી હતી
23 વર્ષીય યુવતી નારણપુરા ખાતે આવેલ ક્લીનીકમા નોકરી કરતી હતી. યુવતીની સગાઈ તા-૧૭/૦૪/૨૦૨૪ ના રોજ એક ડોક્ટર સાથે થઈ હતી. યુવતીએ પરિવારમા જાણ કરી હતી કે મંગેતરને કોઇ બીજી છોકરી જોડે આડા સબંધ છે.
ડૉકટરના આડા સબંધ વિશે તેના પરિવારને જાણ કરતા તેમણે સગાઈ તોડી નાખી હતી. સગાઈ તૂટ્યા બાદ યુવતી ડીપ્રેશનમા રહેતી હતી. યુવતીએ દવાખાનાના એક રુમમા દુપટ્ટા વડે પંખેથી લટકી ગળેફાંસો ખાધો હતો.
રૂમમાંથી સુસાઇડ નોટ મળી
યુવતીના રૂમમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં આ યુવતીએ ડૉક્ટર તેની મરજી વિરુધ્ધ અવાર નવાર બળાત્કાર કર્યો હોવાનું લખ્યું છે. ડોક્ટરના ત્રાસના કારણે પોતે આત્મહત્યા કરી હોવાનું સુસાઈડ નોટમાં લખ્યું છે. સગાઈ થયાને બે માસ બાદથી આ ડૉકટર જો તુ મારી સાથે શારિરીક સબંધ નહી રાખે તો હુ સગાઈ તોડી નાખીશ તેવી ધમકી આપતો હતો. યુવતીની મરજી વિરુધ્ધ શારીરીક સબંધ બાંધતો હતો. તેને બીજી છોકરી જોડે આડાસબંધ છે તે વાતની જાણ જો તુ કોઇને કરીશ તો હું સગાઈ તોડી નાખીશ તેમ કહી તેને માનસિક ત્રાસ આપતો હતો. યુવતીની માતાએ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી નારણપુરમાં એક ક્લિનિકમાં કામ કરતી હતી. નારાણપુરમાં આવેલા ક્લિનિકમાં 23 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ગળે ફાસો ખાઈને આપઘાત કર્યો હતો. તબીબ યુવક સાથે સગાઈ કરી શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગાઈ તોડી નાખતા અંતિમ પગલું ભર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ગુનો દાખલ કર્યો છે. જ્યારે યુવતીના પૂર્વ મંગેતરની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. હાલ તો યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





















