શોધખોળ કરો

Ahmedabad : કોરોના મહામારી વચ્ચે આ સ્કૂલે નાના ભુલકાઓને ભણવા સ્કૂલે બોલાવ્યા

નવરંગપુરામાં આવેલી શાંતિ જુનિયર નર્સરીએ નાના બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે બોલાવ્યા હતા. ઓફલાઈન શિક્ષણ આપતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. 

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે અમદાવાદની એક સ્કૂલે નાના ભુલકાઓને સ્કૂલે ભણવા માટે બોલાવ્યા હોવાની ઘટના સામે આવી છે. નવરંગપુરામાં આવેલી શાંતિ જુનિયર નર્સરીએ નાના બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે બોલાવ્યા હતા. ઓફલાઈન શિક્ષણ આપતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. 

બે દિવસથી બાળકોને ઓફ લાઈન શિક્ષણ માટે સ્કૂલે બોલાવે છે. સરકારના નિયમોનો ભંગ થયો હતો. નર્સરીની અંદર સ્પષ્ટતા માટે ગયા તો અંદરથી બંધ કરી દીધી હતી. વારંવાર કોલ કરવા છતાં અને ડોર બેલ વગાડી છતાં કોઈ જવાબ ન આપ્યો. ઓફિસ બહાર 6 લોકોના પગરખાં હતા છતાં અંદરથી કોઈ એ ખોલ્યો નહિં.

રાજ્ય સરકારે સરકારી કર્મચારી-પેન્શનરોને આર્થિક ફાયદો કરાવતો લીધો મોટો નિર્ણય, જાણો વિગત

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથાના બાકી એરિયસનો લાભ અપાશે. 1 જૂલાઇ 2019 થી પાંચ ટકા મોઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. 1-07 થી 31-12 2019 સુધીના 6 મહિનાના મોંઘવારી ભથાની તફાવતની રકમ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાશે. 

રાજ્ય સરકારે વધુ એક અધિકારી/કર્મચારી/પેન્શનરો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે.  રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજાર થી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી.  રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બૈકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.
 
નીતિન પટેલે ઉમેર્યું કે,  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Embed widget