(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad : પતિ આઠ મહિનાથી શરીર સંબંધ ના બાંધતો હોવાથી યુવતી પહોંચી પોલીસ સ્ટેશન ને............
ગોતાની 35 વર્ષીય યુવતીના વર્ષ 2012માં મણીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી તેને પતિ વારંવાર કહેતો હતો કે, તું મને ગમતી નથી. તેમજ તારે મારી સાથે ફરવા નહીં આવવાનું કહીને માર પણ મારતો હતો. જેને કારણે યુવતી રિસાઇને પિયર આવી જતી હતી.
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી પરિણીતા પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પત્નીની ફરિયાદ છે કે, પતિ તેને છેલ્લા 8 મહિનાથી શરીરસુખ આપતો નથી અને ત્રાસ ગુજારે છે. પરિણીતાની ફરિયાદ છે કે, પતિ તું ગમતી નથી, તેમ કહીને વાતચીત પણ કરતો નથી.
આ અંગેની વિગતો એવી છે કે, ગોતાની 35 વર્ષીય યુવતીના વર્ષ 2012માં મણીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી તેને પતિ વારંવાર કહેતો હતો કે, તું મને ગમતી નથી. તેમજ તારે મારી સાથે ફરવા નહીં આવવાનું કહીને માર પણ મારતો હતો. જેને કારણે યુવતી રિસાઇને પિયર આવી જતી હતી.
જોકે, પોતાનો ઘર સંસાર બગડે નહીં તે માટે સમાધાન કરીને સાસરે આવી જતી હતી. પતિ પરિણીતાને વારંવાર ત્રાસ આપતો હતો અને પિયરમાં નહીં જવા દબાણ કરતો હતો. તેમજ વારંવાર પિયર જશે, તો મરી જઈશ તેવી ધમકી આપતો હતો. આ લગ્ન સંબંધથી પરિણીતાને એક દીકરી પણ છે. જોકે, દીકરીના જન્મ પછી પતિ દીકરીને રમાડતો કે બોલાવતો નહોતો.
દરમિયાન છેલ્લા 8 મહિનાથી પતિનું વર્તન પણ બદલાઇ ગયું હતું અને શારીરિક સંબંધ પણ રાખવાના બંધ કરી દીધા હતા. જેને કારણે યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. થોડા સમય પહેલા પતિને દેવું થઇ જતાં પરિણીતાએ પિયરથી 2 લાખ રૂપિયા લાવીને પણ તેને આપ્યા હતા. એટલું જ નહીં, દીકરાનું સ્કૂલમાં એડમિશન કરાવવાનું કહેતા તેમે પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવી દીધું હતું. આમ, આ બધાથી કંટાળી યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી.
Surat : રવિવારે પરિવાર જમીને સૂઈ ગયો ને અચાનક છતનું પોપડું પડ્યું, 8 મહિનાની બાળકીનું મોત થતાં અરેરાટી
સુરત: પાંડેસરામાં સરસ્વતી આવાસમાં છતનું પોપડું પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. સિયા પ્રદીપ ખાંડે નામની બાળકીનું મોત થયું છે. બાળકીની લાશ સ્વીકારવાની પરિવારજનોએ ના પાડી દીધી છે. આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ કરી છે. બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ પરિવાર નહીં સ્વીકારે. સરસ્વતી આવાસ જર્જરિત થયો છે એને રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માંગ કરી છે.
પાંડેસરા ભેસ્તાન સ્થિત આવાસમાં પરિવાર સૂતો હતો તે જ સમયે સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘાયલ થયા હતા. જેમાં માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઈ હતી. આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે, રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસની એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.
સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા ગૃહિણી હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર મૂળ એમપીનો છે અને સુરત ખાતે રહે છે. પોપડા પડતા હોવાની વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરીંગ કરતા નથી.