Ahmedabad Plane Crash Video: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 242 મુસાફરો હતા સવાર, અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
Ahmedabad Plane Crash Video: ગુજરાતના અમદાવાદમાં એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન અહીં અથડાયા પછી ક્રેશ થયું હતું.

Ahmedabad Plane Crash Video: ગુજરાતના અમદાવાદમાં એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન અહીં અથડાયા પછી ક્રેશ થયું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઇના અહેવાલ અનુસાર, વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. એવી આશંકા છે કે બધાના મોત થયા છે.
એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઇને બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
An Air India plane with 242 passengers onboard has crashed in Gujarat's Ahmedabad, confirms the State Police Control Room
— ANI (@ANI) June 12, 2025
More details awaited pic.twitter.com/RPAYU8KfUM
જે વીડિયો સામે આવ્યા છે તેમાં વિમાન ભીષણ રીતે બળી રહ્યું છે. લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્લેનનું વ્હીલ જોઈ શકાય છે. ફાયર ફાઇટર્સ આગ ઓલવવામાં આવી રહી છે. અરાજકતાનો માહોલ છે. સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. હાલમાં આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સુચના આપવામાં આવી છે.
Union Home Minister Amit Shah has spoken to the Gujarat Chief Minister, Home Minister and the Police Commissioner regarding the plane crash. He also assured to provide Central government assistance. pic.twitter.com/59RJuBUCDj
— ANI (@ANI) June 12, 2025
#WATCH | Smoke seen emanating from the site of the Air India plane crash in Gujarat's Ahmedabad pic.twitter.com/CiXx7l0HVv
— ANI (@ANI) June 12, 2025
Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today, 12 June 2025. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest: Air India spokesperson pic.twitter.com/kNVtXYjLJH
— ANI (@ANI) June 12, 2025





















