શોધખોળ કરો

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર રાજ્યમાં હાલ ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૮ જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, ઝાપટાં રહેશે.
  • ૨૮-૩૦ જુલાઈએ બંગાળની સિસ્ટમથી રાજ્યમાં ભારે વરસાદ આવશે.
  • ઓગસ્ટ પ્રારંભે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
  • ઓગસ્ટના મધ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ.

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર રાજ્યમાં હાલ ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ 28 જુલાઈથી ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદી રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ ઝાપટાં ચાલુ રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 28 જુલાઈએ ગુજરાત પરથી હાલની વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ ફંટાઈ જતાં રાજ્યમાં વરસાદનું જોર ઘણું ઘટી જશે. જોકે તે પહેલાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાનો કેટલોક વિસ્તાર, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવાંથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો...Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 28 થી 30 જુલાઈ સુધી નવી આફત:
બંગાળના ઉપસાગરમાં હાલ એક નવી લો-પ્રેશર સિસ્ટમ આકાર લઈ રહી છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 28 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

ઓગસ્ટ મહિનામાં અણધાર્યો વરસાદ અને નવો રાઉન્ડ:
અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના પ્રારંભથી લઈને 12 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ત્યારબાદ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં એટલે કે 9 અને 10 ઓગસ્ટથી પણ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.

ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ

  • રેડ એલર્ટ (9 જિલ્લા): બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર.
  • ઓરેન્જ એલર્ટ (18 જિલ્લા): અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ.

સરદાર સરોવર નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: નર્મદા ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે. આજે સવારે 9:00 વાગ્યાની વિગત મુજબ:

  • હાલની જળસપાટી: 128.38 મીટર (મહત્તમ સપાટી: 138.68 મીટર)
  • જળસંગ્રહ (સ્ટોરેજ): 69.25% (6550.81 MCM)
  • પાણીની આવક: 263 ક્યૂસેક
  • કુલ જાવક: 2405 ક્યૂસેક (નદીમાં 620 ક્યૂસેક અને કેનાલમાં 1785 ક્યૂસેક)
  • છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો છે.

Frequently Asked Questions

રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા 28 જુલાઈથી ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં ફરી ભારે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાત તરફ આવશે.

હાલ રાજ્યમાં વરસાદનું જોર ક્યારે ઘટશે?

28 જુલાઈએ હાલની વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ ફંટાઈ જતાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જોકે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાંથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ જોવા મળશે?

ઓગસ્ટની શરૂઆતથી 12 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં એટલે કે 9 અને 10 ઓગસ્ટથી પણ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?

બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Embed widget