શોધખોળ કરો

અમદાવાદમાં પાર્કિંગ પોલિસી નિષ્ફળ, પ્રહલાદનગરનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

કરોડો રૂપિયાનો ખર્ચ કરી મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું અને હવે તેને બે વર્ષમાં જ વેચવા કાઢવું પડ્યું છે. 

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશને 76 કરોડથી વધુના ખર્ચે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને વેચવા કાઢ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં જમીન અને બિલ્ડીંગની કિંમત મળી કુલ 350 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કોમ્પલેક્ષને વેચવા કઢાતા વિપક્ષે આરોપ લગાવ્યો હતો. કરોડો રૂપિયાનો ખર્ચ કરી મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું અને હવે તેને બે વર્ષમાં જ વેચવા કાઢવું પડ્યું છે. 

પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવી રહી છે પરંતુ પાર્કિંગ તેમજ તેની બિલ્ડીંગોમાં આવેલી ઓફિસો તેમજ દુકાનો વેચવા માટે પ્રશાસનને ફાંફા પડી રહ્યા છે. પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગની ઉપર આવેલી દુકાનો- ઓફિસો વેચવા માટે 4 વખત ટેન્ડર કરવા છતાં કોઇ ખરીદદાર નહી મળતાં આખરે પાર્કિંગની જગ્યા સહિત તમામ મિલકત વેચવા માટે મુકી છે. જેની અંદાજિત કિંમત 350 કરોડ રૂપિયા મૂકવામાં આવી છે. પ્રહલાદ નગર ઉપરાંત નવરંગપુરા અને સિંધુ ભવન રોડ પર બનેલો મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેક્ટ પણ નિષ્ફળ ગયો હતો. .

દુકાનો અને ઓફિસોને અલગ-અલગ વેચવાના પ્રયાસો નિષ્ફળ જતા AMCએ પ્રહલાદનગર ગાર્ડન સામે આવેલા 6,902 ચો.મી.ના પ્લોટ સહિત સમગ્ર કોમ્પ્લેક્સને એકસાથે વેચવાનો નિર્ણય લીધો છે. વેચાણ પ્રક્રિયા આગળ વધારવા માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવાનો પ્રસ્તાવ 29 જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે.

અમદાવાદના મનપાની બેઠકમાં કમિશનરે  અધિકારીઓનો લીધો ક્લાસ

અમદાવાદ મહાપાલિકાની બુધવારના મળેલી વીકલી રિવ્યુ મીટિંગમાં કમિશનર બંછાનિધી પાની રીતસરના લાલઘૂમ થઈ ગયા હતા. બંછાનિધી પાનીએ એસ્ટેટ અધિકારી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો રીતસરનો ક્લાસ લીધો હતો. મનપા કમિશનરે શહેરમાં ગેરકાયદે બાંધકામ અને દબાણની યાદી માંગી હતી. યાદી માગતા જ એસ્ટેટ વિભાગના અધિકારીઓ રીતસર ફાંફા મારવા લાગ્યા હતા. શરૂઆતમાં તો અધિકારીઓએ બે- પાંચ આંકડા રજૂ કરીને ગોળ ગોળ જવાબો આપ્યા હતા. પરંતુ બાદમાં કમિશનરે વિગતવાર યાદી આપવા તાકિદ કરી હતી.  તો રિવ્યુ બેઠકમાં મનપા કમિશનર સોલિડ વેસ્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર પણ મનપા કમિશનર અકળાયા હતા. તેમણે કહ્યું પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ફરિયાદો મળે છે. તમામ મનપાના ડેપ્યુટી કમિશનરોને આદેશ કર્યો કે પર્ફોર્મન્સ આધારિત કામગીરી નહીં કરો તો રજા ન આપવા સુધીની ચીમકી આપી હતી. સફાઈ મુદ્દે સોલિડ વેસ્ટ અને ગાર્ડન વિભાગના ડેપ્યુટી મનપા કમિશનરો એકબીજાને ખો આપતા આકરી રીતે ખખડાવ્યા હતા.  લીડરશીપ શું કહેવાય તે પહેલા પોતે શીખી બાદમાં પોતાની નીચે આવતા કર્મચારીઓને શીખવવા કમિશનરે ટકોર કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget