Ahmedabad માં કોને કોને સુપર સ્પ્રેડર ગણીને ફરજિયાત કરાયા ટેસ્ટ ?
જેમ સુપર સ્પ્રેડર્સના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ જ પ્રમાણે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી દૈનિક 3થી વધુના મૃત્યુ થયા હોય તેવું 13 જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજીના ફેરીયા,દવા તેમજ કરીયાણાના વ્યવસાય સાથે સંકળાયેલા ઉપરાંત હેરકટીંગ સલૂન અને હોમ ડીલીવરી કરવાવાળા સહિતના સુપર સ્પ્રેડર્સના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ માટે શહેરમાં કોમ્યુનીટી હોલ,મસ્ટર સ્ટેશન સહિતના પંદરથી પણ વધુ સ્થળોએ ટેસ્ટીંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે રાજયના અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી.બેઠક બાદ અગાઉ જેમ સુપર સ્પ્રેડર્સના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ જ પ્રમાણે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જે લોકોના ટેસ્ટ કરવામાં આવશે એમાં મુખ્યત્વે શાકભાજીના ફેરીયા, વિક્રેતા, દવાઓ, કરીયાણાના વિક્રેતાઓ,હેર કટીંગ સલૂન ધરાવનારાઓ, રીક્ષા ડ્રાયવરો અને કડીયાકામ સાથે જોડાયેલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.સંભવિત સુપર સ્પ્રેડરોએ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવી તેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
આ ઉપરાંત ફૂડની ચીજો તથા અન્ય હોમ ડીલીવરી કરનારાઓ,સુપર માર્કેટમાં કામ કરતા વગેરએ આર.ટી. પી.સી.આર. ટેસ્ટ ફરજિયાત કરાવવાના રહેશે. તેની જવાબદારી જે તે સંસ્થા અથવા એકમોની રહેશે. આર.ટી. પી.સી.આર. ટેસ્ટ શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ કરાવી શકાશે.જેની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
શુક્રવારે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા અને 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
અમદાવાદ કરતાં સુરતમાં છેલ્લા ચાર જ દિવસમાં કેટલા વધારે નોંધાયા કેસ? આંકડા જાણીને ચોંકી જશો