શોધખોળ કરો
Advertisement
અ'વાદ: વસ્ત્રાપુરમાં ચાલતુ કોલ સેન્ટરને ક્રાઈમ બ્રાંચે સીલ કર્યું, આરોપી ભાગવામાં સફળ
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોર્ય બિલ્ડિંગમાં 407 નંબરની ઓફિસમાં બંધ બારણે જે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું..ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુદ્દામાલ કબ્જે કરી તેને સીલ કરવામાં આવ્યું છે. કોલ સેન્ટરનો સૂત્રધાર તરુણ મિશ્રા વોન્ટેડ છે તેને શોધવા માટે પોલીસે અમદાવાદ અને આબુ ખાતે તેનું ભાડાનું મકાન છે ત્યાં તપાસ કરી પરંતુ એ આરોપી મળી આવ્યો નથી. તરુણ મિશ્રા વિદેશ ભાગવામાં સફળ નાં થાય તેના માટે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી દિવસોમાં લૂક આઉટ સર્ક્યુલર તેની સામે જાહેર કરાશે. પોલીસ એલઓસી તમામ એરપોર્ટ અને બહાર નીકળવાના તમામ સોર્સ પર આ નોટિસ મોકલશ, જેથી આરોપી ભાગવામાં સફળ ના થઈ શકે. હાલ પોલીસ આ મામલે અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહિ અને એ કોલ સેન્ટર દ્વારા કેટલા લોકોને લૂંટવામાં આવ્યા છે એ દિશામાં તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement