શોધખોળ કરો
અમદાવાદ: રબારી કોલોની પાસે પાર્ટી પ્લોટમાં વરરાજાના દાગીના ચોરાયા, 18 તોલા સોના સહિત સાડા લાખની મતા ગૂમ

અમદાવાદ: અમદાવાદના રબારી કોલોની પાસે બંશીધર પાર્ટી પ્લોટમાં વરરાજાના દાગીના ચોરાયાનો કિસ્સો સામે આવતાં પોલીસ દોડતી થઈ છે. દાગીના ભરેલી બેગમાં 18 તોલા સોનુ અને રોકડ સહિત સાડા ચાર લાખ રૂપિયાની મતા હતી. વરરાજાના દાગીના અજાણ્યા શખ્સો ચોરી કરીને ફરાર થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેગમાં ચાંદલાના નાણાં અને વરરાજાના દાગીના ભરેલી બેગ હતી. જાનૈયાઓ સુરેંદ્રનગરથી આવ્યા હતા. આ મામલે અમદાવાદના રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
Before You Go
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ






















