Bageshwar Baba Speech: અમદાવાદમાં બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી: ગુજરાતના પાગલો કેમ છો? જાણો કોને આપી ચીમકી
Bageshwar Baba Speech: બાગેશ્વેર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વટવા ખાતે દેવકીનંદન ઠાકુરની કથામાં હાજરી આપવા પહોંચ્યા છે. અહીં તેમણે પોતાના સંબોધનની શરુઆત કરતા કહ્યું કે, ગુજરાતના પાગલો કેમ છો?
Bageshwar Baba Speech: બાગેશ્વેર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વટવા ખાતે દેવકીનંદન ઠાકુરની કથામાં હાજરી આપવા પહોંચ્યા છે. અહીં તેમણે પોતાના સંબોધનની શરુઆત કરતા કહ્યું કે, ગુજરાતના પાગલો કેમ છો? ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. ગુજરાતની પાવન ધરાને પ્રણામ. ખૂબ હર્ષનો વિષય છે. પુરાણ કથાનો અંતિમ દિવસ છે અને અમને અહીં આવવાનો મોકો મળ્યો.
ગુજરાત ભક્તિનો પરદેશ છે. એક એક સનાતની અહીં આજે આવ્યો છે. ગુજરાતની ધરાને હું પ્રણામ કરું છું હનુમાન જી મારા ઈષ્ટ દેવ છે. શંકરજીએ હનુમાનું રૂપ ધારણ કર્યું હતું. શંકરના હ્યદયમાં હનુમાન બિરાજમાન છે. બાબાએ પોતાના નિવેદનમાં હિન્દુ રાષ્ટ્રને લઈને હુંકાર કર્યો હતો. તેમણે સંતોનો વિરોધ કરનારા લોકોને પણ મંચ પરથી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, સંતોનો વિરોધ કરનારને માફ ન કરાય. જેના માથા પર બજરંગ બલીનો હાથ હોય તેમનો કોઈનો ડર ન હોય. સૌ સનાતનીઓને એક થવા બાબાએ આહવાન કર્યું હતું. પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ બાબાના આશિર્વાદ લીધા હતા.
બાબાએ વધુમાં કહ્યું કે, હવે ભાગવાનો સમય નથી, હવે જાગવાનો સમય છે. જો સનાતન માટે જાગશો નહીં તો આવનાર પેઢીઓ રામકથા નહિ લાંભળી શકે. પોતાના ધર્મ માટે જાગવાનું છે. અમે ગુજરાત પ્રથમ વખત આવ્યા છીએ. ગુજરાત બહુ ગરમ છે અને અમારું શરીર બહુ નરમ છે. દસ દિવસ ગુજરાતમાં રહીશ. 29 અને 30 તારીખે અમદાવાદ આવી રહ્યો છું. જાત પાતનો નાતો તોડો હમ સબ એક હૈ.
દિવ્ય દરબારમાં 400 પોલીસ જવાન અને 700 હોમગાર્ડના જવાનો ખડેપગે આપશે સેવા
26 અને 27 મેના રોજ સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બે લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવશે. બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો યોજી દિવ્ય દરબાર યોજશે. જેને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિકની તકેદરી રુપે આયોજન કર્યું છે.
બાગેશ્વર ધામના મહારાજના દિવ્ય દરબારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 400 પોલિસ કર્મી ખડેપગે ફરજ પર હાજર રહેશે. 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત JCP, DCP-2 , ACP-4 સહિત 400 પોલીસ જવાન, 700 હોમગાર્ડના જવાનો તૈનાત કરાશે. ટ્રાફિકની સમસ્યા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગથી ટ્રાફિક પોલીસ સહિત TRBના જવાનો તૈનાત કરવામાં આવશે.
ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે ધીરેન્દ્ર શાસ્ત્રી
સુરતમાં બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે. સુરક્ષાની દ્રષ્ટિએ ગોપીન ફાર્મ ખુબજ મજબૂત સ્થળ છે. ગોપીન ફાર્મ સુરતના જાણીતા બિલ્ડર લવજી બાદશાહનું ફાર્મ હાઉસ છે. ગોપીન ફાર્મમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોઈ વ્યક્તિ તેમની નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.