શોધખોળ કરો

IND VS AUS: વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં બન્ને ટીમ સાબરમતી રિવરફ્રન્ટ ક્રૂઝ પર ડિનર કરશે, અટલ ફૂટ બ્રિજની પણ મુલાકાત લેશે

ODI World Cup 2023: વિશ્વકપની ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેલીબ્રીટીનો જમાવડો જોવા મળશે. પૂર્વ ક્રિકેટરો, બોલીવુડ, હોલીવુડ અને સ્પોર્ટ્સ જગતના વૈશ્વિક સિતારાઓ મેચ જોવા પહોંચશે.

India vs Australia: અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ જંગ જામશે. ગુરુવારે અમદાવાદમાં ભારતીય ટીમનું આગમન થયું છે અને અમદાવાદ એયરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમનું આજે અમદાવાદમાં આગમન થશે. સાંજે ચાર વાગ્યેને 50 મિનિટે ટીમ અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે. જે બાદ બંને ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પ્રેક્ટિસ કરશે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયન ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે. એટલું જ નહીં અટલ ફૂટ બ્રિજની પણ મુલાકાત લઈ શકે છે. આ મામલે રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

બીજી બાજુ વિશ્વકપની ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેલીબ્રીટીનો જમાવડો જોવા મળશે. પૂર્વ ક્રિકેટરો, બોલીવુડ, હોલીવુડ અને સ્પોર્ટ્સ જગતના વૈશ્વિક સિતારાઓ મેચ જોવા પહોંચશે. સાથે જ ધોની સહિતના ભારતીય ક્રિકેટ ટીમના અત્યાર સુધીના તમામ પૂર્વ કેપ્ટનોને પણ આમંત્રણ અપાયું છે. તો પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

વિશ્વકપના સમાપન કાર્યક્રમાં ગરબા સહિતના પરંપરાગત નૃત્યો રજૂ કરાશે. 400થી પણ વધુ કલાકારો વિશ્વભરમાંથી આવેલા પ્રેક્ષકોનું મનોરંજન પૂરું પાડશે. કાર્યક્રમમાં પર્ફોર્મ કરનાર કલાકારો આજથી પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. તો ભારતીય વાયુ સેનાનો એર શો પણ અમદાવાદનું આકાશ ગજવશે. મેચના દિવસે એક વાગ્યેને 35 મિનિટથી બે વાગ્યા સુધી એર શો યોજાશે. મેચને લઈ ક્રેકિટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. સાથે જ વિદેશી પણ નાગરિકો સ્ટેડિયમ બહાર ભારતના સમર્થનની ટી શર્ટ લેવા માટે પહોંચ્યા છે.

ભારતની જીત માટે પ્રાર્થના

વર્લ્ડકપ-2023માં ભારતનો ભવ્ય વિજય થાય તે માટે અમદાવાદના કુમકુમ મંદિરમાં પ્રાર્થના કરવામાં આવી છે. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ટક્કર થશે. ત્યારે ભારત વર્લ્ડ ચેમ્પિયન બને તે માટે મણીનગરના કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને પુષ્પોથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, સફળતા પ્રાપ્ત કરવા બે વસ્તુની જરુર પડે, પુરુષાર્થ અને ભગવાનની કૃપા. ત્યારે ભગવાન સ્વામિનારાણયને પ્રાર્થના કરવામાં આવી અને આ વર્લ્ડ કપ ભારત જીતી જાય તો વિશ્વમાં ભારતનું નામ રોશન થાય અને દરેક ભારતીયની ઈચ્છા પૂર્ણ થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget