શોધખોળ કરો

અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા

Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અમદાવાદમાં ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો.

Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અમદાવાદમાં ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને જિલ્લા પંચાયતની બેઠકો પર પોતાના ત્રણ ઉમેદવારોના મેન્ડેટ બદલી નાખ્યા છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

અમદાવાદ મનપા: પાલડી અને જમાલપુરમાં નવા ચહેરા

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે બે મહત્વના ફેરફાર કર્યા છે. પાલડી વોર્ડમાં અગાઉ જાહેર કરાયેલા આશિષ શાહના સ્થાને હવે જૈનિક વકીલને મેન્ડેટ આપવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂરી થવાના માત્ર એક કલાક પહેલા જ આ નિર્ણય લેવાતા જૈનિક વકીલ ઉતાવળે ઉમેદવારી નોંધાવવા રવાના થયા હતા.

બીજી તરફ, જમાલપુર વોર્ડમાં કલ્પના કહારના સ્થાને પ્રિયંકા કહારને ટિકિટ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલ્પના કહારને ત્રણ સંતાનો હોવાની વિગત ભાજપના ધ્યાન બહાર રહી ગઈ હતી, જે ચૂંટણી નિયમો મુજબ અયોગ્ય ઠરે તેમ હોવાથી તાત્કાલિક ઉમેદવાર બદલવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયત: સચાણા બેઠક પર 'ટાઈપિંગ મિસ્ટેક'

અમદાવાદ જિલ્લા પંચાયતની સચાણા બેઠક પર પણ મોટો વળાંક આવ્યો છે. અહીં પ્રમોદ પટેલના બદલે જનકભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ અંગે ધારાસભ્ય હાર્દિક પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સંગઠન દ્વારા યાદી જાહેર કરવામાં ટાઈપિંગ મિસ્ટેક થઈ હતી, જેના કારણે જનકભાઈના બદલે પ્રમોદ પટેલનું નામ આવી ગયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું બોલ્યા જગદીશ વિશ્વકર્મા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને  પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, "છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપ અને મોદી સાહેબ પર વિશ્વાસ રાખ્યો છે, આ વખતે પણ જનતાના આશીર્વાદ અમને જ મળશે." 

નોંધનિય છે કે, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જોકે, છેલ્લી ઘડીના આ ફેરફારોએ કાર્યકરોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નારાજગીનો માહોલ સર્જ્યો છે. ઘણી જગ્યાએ ટિકિટને લઈને રસાકસી જોવા મળી છે. તો ક્યાંક છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવતા ઉમેદવારો ઉતાવળમાં ફોર્મ ભરવાની કામગીરીમાં લાગી ગયા છે.                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
Embed widget