શોધખોળ કરો

'કોંગ્રેસ મૃતપ્રાય થઈ છે તેનો આ જાગતો પૂરાવો છે, કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે' ફૈઝલ પટેલની નારાજગી મુદ્દે ભાજપનું નિવેદન

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે.મારી પાસે વિકલ્પો ખુલ્લા છે. હું રાહ જોઈને થાકી ગયો છું. પાર્ટી હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી.

અમદાવાદઃ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે મારી પાસે વિકલ્પો ખુલ્લા છે. હું રાહ જોઈને થાકી ગયો છું. પાર્ટી હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી. આ અંગે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. ગુજરાત સરકારના પ્રવક્તા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસ મૃતપ્રાય થઈ છે તેનો આ જાગતો પૂરાવો છે.

ફૈઝલ પટેલની નારાજંગી અંગે ભાજપનાં પ્રવક્તા ડો.ઋત્વિજ પટેલે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસમાં નરાજગી અંગે વાત કોઈ સામાન્ય બાબત નથી. અનેક નેતાઓ નારાજ છે. હવે અહેમદ પટેલના પુત્ર પણ નારાજ હોવાનું કહી રહ્યા છે. કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે.

ગયા મહિનાના અંતમાં, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે તેઓ હજુ સુધી રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવા માટે તૈયાર નથી. જો કે તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ રહીને' પાર્ટી માટે કામ કરશે. રવિવારે એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, "1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો અમારું મુખ્ય લક્ષ્ય પૂર્ણ કરશે."તેમના દ્વારા કરવામાં આવેલા આજના ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

થોડા દિવસો પહેલા, તેણે કહ્યું હતું કે, "હું અત્યારે રાજકારણમાં જોડાઈ રહ્યો નથી અને મને અત્યારે પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી." જો કે, ફૈસલે કહ્યું હતું કે જો તે રાજકારણમાં જોડાશે તો ચૂંટણીના રાજકારણમાં નહીં પ્રવેશે, પરંતુ પાર્ટી માટે કામ કરશે". ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.

અહમદ પટેલને સોનિયા ગાંધીના 'સૌથી શક્તિશાળી' સહયોગીઓમાંના એક ગણવામાં આવતા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ પણ હતા. અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પણ હતા અને યુપીએ શાસનના 10 વર્ષ (2004-2014) દરમિયાન દેશના ટોચના ત્રણ રાજકારણીઓમાં સામેલ હતા. જો કે, તેમણે તેમના પુત્ર કે પુત્રી મુમતાઝ પટેલને રાજકારણમાં આવવામાં મદદ કરી ન હતી. તેમના બંને બાળકોએ હજુ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
Embed widget