શોધખોળ કરો

આગામી 48 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? જાણો હવામાન વિભાગે બીજી શું કરી મોટી આગાહી?

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જેમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ ગતિએ વરસાદનું આગમન થશે. અરબી સમુદ્રમાં અપરએર સર્ક્યુલેશન સર્જાતા હવામાન વિભાગે ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની જાહેરાત કરી છે. હાલમાં રાજ્યના 8થી વધુ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જેમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે છુટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહે છે. જ્યારે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અલનીનોની અસર સમાપ્ત થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોડી રાતથી ઘણી જગ્યાએ વરસાદનું આગમન થઈ ગયું છે. ગઈકાલે સાંજથી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. 21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ આવે એવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેથી અગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જૂનના અંતમાં રાજ્યભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા હતા. બાદમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી હતી. જો કે, બે-ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડયા બાદ મેઘરાજા ગાયબ થઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget