શોધખોળ કરો
Advertisement
સીટા સોલ્યૂશન્સે કન્સ્ટ્રક્શન સેક્ટર માટે યુઝર્સ ફ્રેન્ડલી સોફ્ટવેર કર્યુ લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ
આ સોફ્ટવેર હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ અન્ય પ્રકારના કંન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી કંપનીઓ, બિલ્ડર્સ, તેમજ મોટા કંન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ માટે ખુબજ ઉપયોગી છે.
અમદાવાદઃ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય આઇ.ટી કંપની "સીટા સોલ્યૂશન્સ" દ્વારા કન્સ્ટ્રક્શન સેક્ટર માટે "construction365cloud" નામની ખાસ સોફ્ટવેર શ્રેણી રજૂ કરવામાં આવી છે. આ સોફ્ટવેર હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ અન્ય પ્રકારના કંન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી કંપનીઓ, બિલ્ડર્સ, તેમજ મોટા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ માટે ખુબજ ઉપયોગી છે. "કન્સ્ટ્રક્શન365ક્લાઉડ"ની મદદથી ઉપરોક્ત વ્યવસાયીઓ પોતાના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સના કામકાજ જેવાકે "મટિરિયલ મેનેજમેન્ટ, કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ કોસ્ટ મોનિટરિંગ, એમ્પ્લોઈ મેનેજમેન્ટ વગેરે ખૂબજ ઝડપથી, સરળતાથી અને ક્ષતિ રહિત કરી શકશે.
આ ઉપરાંત "કન્સ્ટ્રક્શન365ક્લાઉડ"માં વિવિધ ઉપયોગી ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમકે "રેરા કંમ્પીબીલીટી, એક્ટિવિટી પ્લાનિંગ એન્ડ ફોલો-અપ, મશીનરી કંઝમ્સન, એપ્રૂવલ મેકેનિઝમ, ઇન્ટરનલ ટાસ્ક મેનેજમેન્ટ, નોટિફિકેશન એન્ડ રીમાઇન્ડર્સ"નો ઉપયોગ કરી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા દરેક કાર્ય ખુબજ ચોકસાઈ પૂર્વક અને પારદર્શી રીતે કરી શકાય છે.
આ પ્રસંગે સીટા સોલ્યૂશન્સના સીટીઓ ગૌરાંગ ભાદાણી એ જણાવ્યુંકે "કન્સ્ટ્રક્શન365ક્લાઉડ" કંન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી કંપનીઓ, બિલ્ડર્સના પૈસા, સમય અને રિસોર્સ બચાવવામાં ખૂબજ મદદ રૂપ થશે. આ સોફ્ટવેર યુઝર્સ ફ્રેન્ડલી છે અને તેમાં ઉપભોક્તાની જરૂરિયાત પ્રમાણે સુધારા વધારા પણ કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion