શોધખોળ કરો

કાગડાપીઠ પોલીસની સરાહનીય કામગીરી, બે-બે વખત ઘરેથી ગુમ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ, એસ.એસ. સોલંકી, સ્ટાફના સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવતા આ બાળ કિશોર ભાવનગર ખાતેથી મળી આવ્યો હતો.

અમદાવાદ: અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06  રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના બહેરામપુરા જમાલપુર વિસ્તારમાં  કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અને બેકાર ફરિયાદી જેમ્સભાઈ  વાલજીભાઈ પરમાર રહે. પીરબાઇ ધોબીની ચાલી, જમાલપુર ચાર રસ્તા, બહેરામપુરા, અમદાવાદ દ્વારા બાળકિશોર મોહિત ઉર્ફે મોન્ટુ પ્રહલાદભાઈ રાઠોડ (ઓડ) ઉવ. 17 ઘરેથી ક્યાંક જતા રહેતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થવા અંગેની જાણ કરવામાં આવતા, કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા આરોપી વિરુદ્ધ સગીર બાળકના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. 

અમદાવાદ શહેર કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ, એસ.એસ. સોલંકી, સ્ટાફના સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવતા આ બાળ કિશોર ભાવનગર ખાતેથી મળી આવ્યો હતો. 

આ બાળકની પૂછપરછ કરવામાં આવતા પોતાની મરજીથી જતો રહ્યો હોવાની કબૂલાત કરતા તારીખ 16.12.2024 ના રોજ તેના વાલીને સોંપવામાં આવ્યો હતો. બાળકને પોતાના વાલીને સોંપ્યા બાદ બીજા જ દિવસે ફરીથી આ બાળક ઘરેથી નીકળી જતા ફરી વાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ફરીથી રાજકોટ ખાતેથી શોધી ફરીવાર બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. આમ, બબ્બે વાર બાળક ઘરેથી નીકળી જતા કાગડાપીઠ પોલીસ ટીમ દ્વારા બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.  

બબ્બે વાર ઘરેથી કહ્યા વગર બાળક ઘરેથી નીકળી જવા છતાં કાગડાપીઠ પોલીસ ટીમ દ્વારા સહિષ્ણુતા દાખવી શોધી કાઢેલ બાળકની કાગડાપીઠ PI શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછપરછ કરતા આ એક ગરીબ છોકરો હોઈ  જેના માતા ગુજરી ગયા છે અને પિતાને કેન્સર છે, દાદા બે આંખથી જોઈ શકતા નથી. પરિવારની આવી પરિસ્થિતિના કારણે છોકરો માનસિક રીતે એટલો બધો ડિસ્ટર્બ છે કે વારંવાર ઘરેથી ભાગી જાય છે. બાળકની વાત સાંભળી કાગડાપીઠ પોલીસ દ્વારા વધુ સહિષ્ણુતા દાખવી કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI શક્તિસિંહ ગોહિલ તથા સ્ટાફ દ્વારા બાળકના ઘરે જઈ તેના પિતા તથા દાદાને મળી બે મહિનાનું રાશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.  


કાગડાપીઠ પોલીસની સરાહનીય કામગીરી, બે-બે વખત ઘરેથી ગુમ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન

જરૂર પડે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન આવી જવા જાણ કરવામાં આવતા બાળકના દાદા તથા પિતા ભાવવિભોર થઈ ગયા હતા અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી પોતાના દીકરાનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર  રવિ મોહન સૈનીનાં માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ દ્વારા બે-બે વાર ઘરેથી નીકળી ગયેલા બાળકને શોધી કુટુંબીજનો સાથે મિલન કરાવી પરિવારજનો જેવી લાગણી દર્શાવી, બે માસના રાશનની વ્યવસ્થા કરી આપી હતી.  જરૂરી સેવા કાર્ય કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસે સાર્થક કર્યું હતું.

ટોપ સ્ટોરી

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની હાજરીમાં અમદાવાદમાં કૂડો ટૂર્નામેન્ટનો પ્રારંભ, હર્ષ સંઘવી પણ સમારોહમાં જોડાયા
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની હાજરીમાં અમદાવાદમાં કૂડો ટૂર્નામેન્ટનો પ્રારંભ, હર્ષ સંઘવી પણ સમારોહમાં જોડાયા
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
Ahmedabad: અમદાવાદના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણીકાપ, ગોતાથી બોપલ સુધી પાણી નહીં મળે
Ahmedabad: અમદાવાદના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણીકાપ, ગોતાથી બોપલ સુધી પાણી નહીં મળે

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget