શોધખોળ કરો
કોંગ્રેસના કયા ધારાસભ્યે માંગી અમદાવાદ કોર્પોરેશનની ટિકિટ? જાણો શું કર્યો દાવો?
'ચૂંટણી લાડીશ તો કોંગ્રેસને જીતાડીશ. હું કોંગ્રેસને મજબૂત કરવા માટે ચૂંટણી લડવાનું કહું છું. ખાડીયા વોર્ડમાં કોંગ્રેસમાં નારાજગી છે, તેનો લાભ મને મળશે.'

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની મનપાની ચૂંટણી લડવાની જીદ સામે આવી છે. કોંગ્રેસના નેતાઓ પાસે ચૂંટણી લડવા માગણી કરી છે. તેમજ જ દાવો કર્યો છે કે, હું ચૂંટણી લાડીશ તો કોંગ્રેસને જીતાડીશ. હું કોંગ્રેસને મજબૂત કરવા માટે ચૂંટણી લડવાનું કહું છું. તેમણે ઉમેર્યું હતું કે, ખાડીયા વોર્ડમાં કોંગ્રેસમાં નારાજગી છે, તેનો લાભ મને મળશે. જમાલપુર, બેહરામપુરા અને ખાડીયામાં કોંગ્રેસ જીતશે તો વિધાનસભામાં ફાયદો થશે. હું અમારા નેતાઓને સ્થાનિક સમીકરણ સમજાવી રહ્યો છું, તેમ ખેડાવાલાએ ઉમેર્યું હતું.
વધુ વાંચો





















