શોધખોળ કરો
Advertisement
કયા MLAનું ધારાસભ્ય પદ રદ્દ કરવા હાઈકોર્ટમાં થઈ પીટિશન? જાણો વિગત
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા કોંગ્રેસે આજે હાઈકોર્ટમાં એક પીટિશન દાખલ કરી હતી. કોંગ્રેસની રજુઆતના પગલે ગુજરાત હાઈકોર્ટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા માટે ધમપછાડા કરી રહ્યું છે પરંતુ તેની અસર અલ્પેશ ઠાકોર પર થોડી પણ પડતી નથી. આખરે ગુજરાત કોંગ્રેસે હાઈકમાન્ડ સાથે મીટિંગ કરીને તેનું સભ્યપદ રદ્દ કરવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો છે.
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા કોંગ્રેસે આજે હાઈકોર્ટમાં એક પીટિશન દાખલ કરી હતી. કોંગ્રેસની રજુઆતના પગલે ગુજરાત હાઈકોર્ટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારવામાં આવી છે. આ સિવાય હાઈકોર્ટે વિધાનસભા સ્પીકરને પણ અરજન્ટ નોટિસ પાઠવી હતી.
હાઈકોર્ટે પ્રાથમિક રીતે અરજી દાખલ કરી નોટિસ ઈશ્યૂ કરી હતી. અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવાની માંગણી સાથે કોંગ્રેસ પાર્ટીએ કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી છે.
આ મામલે હાઇકોર્ટે વિધાનસભાના સ્પીકર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ પાઠવવામાં આવી છે. આ અંગેની વધુ સુનાવણી આગામી 27મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement