શોધખોળ કરો
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું છે માઠા સમાચાર? જાણો વિગત
શહેરમાં કુલ એક્ટિવ કેસો 3716 છે. તેમજ અત્યાર સુધીમાં શહેરમાં 31509 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 26081 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 1712 લોકોના કોરોનાથી મોત થયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદના લોકોની ચિંતા વધી છે. કારણ કે દૈનિક કેસો કંટ્રોલમાં હોવા છતાં અમદાવાદમાં એક્ટિવ કેસો સતત વધી રહ્યા છે. હાલ, અમદાવાદ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ 4245 એક્ટિવ કેસો છે. એમાં પણ સૌથી વધુ અમદાવાદ શહેરના 3700થી વધુ એક્ટિવ કેસો છે. અમદાવાદ શહેરમાં દૈનિક કેસો 150 આસપાસ અને જિલ્લાના કુલ દૈનિક કેસો 170 આસપાસ આવે છે, પરંતુ તેની સામે દર્દીઓના સાજા થવાનો દર ઓછો હોવાને કારણે એક્ટિવ કેસો સતતત વધી રહ્યા છે. જે અમદાવાદીઓ માટે ચિંતાનો વિષય છે. અમદાવાદ કોર્પોરેશનની 13 સપ્ટેમ્બરની અખબારી યાદીમાં પ્રમાણે હાલ, શહેરમાં કુલ એક્ટિવ કેસો 3716 છે. તેમજ અત્યાર સુધીમાં શહેરમાં 31509 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 26081 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 1712 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ વાંચો





















