શોધખોળ કરો
Advertisement
કોરોનાના કેસ વધતાં અમદાવાદ AMCનો મહત્વનો નિર્ણય, જાણો કયા-કયા વિસ્તારો કલ્સટર કન્ટેઈન્ટ કરાયા
અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરતા અમદાવાદના પાંચ સ્થળોને કલ્સટર કન્ટેઈન્ટ કરવામાં આવ્યા
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરતા અમદાવાદના પાંચ સ્થળોને કલ્સટર કન્ટેઈન્ટ કરવામાં આવ્યા છે. જેમાં જમાલપુર, રખિયાલ, દરિયાપુર અને દાણીલીમડાનો કેટલોક ભાગ કલ્સટર કન્ટેઈન્ટ કરવામાં આવ્યો છે. પોલીસ બંદોબસસ્ત વચ્ચે આ વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે. એએમસી ટીમ દ્વારા આ વિસ્તારમાં ખાદ્ય સામગ્ર સહિત વસ્તુઓ પહોંચાડવામાં આવશે. અમદાવાદના 500થી વધુ મકાનો સત્તાવાર રીતે ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
કોરોના પોઝિટિવના અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા છે. આ તમામ કેસ કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં નોંધાયા છે. જેથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 97 પર પહોંચી ગઈ છે. મહત્વની વાત છે કે, બાપુનગરમાં એક સાથે કોરોનાના ત્રણ કેસો આવતાં આખે આખો વિસ્તાર ક્વોરોન્ટાઇન કરાયો છે.
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યું છે કે, ગુજરાત માટે હજુ 5 તારીખ સુધીના દિવસો મહત્વના છે. ખાસ કરીને લોકડાઉનમાં રહે તે હિતાવહ છે, કેમ કે ગુજરાતમાં કોરોના હજુ ત્રીજા સ્ટેજ સુધી પહોંચ્યો નથી. શહેરોની સાથે હવે ગુજરાતના ગામડાંઓ સુધી પણ કોરોના ના પ્રસરે તે માટે આરોગ્ય વિભાગ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
લોકડાઉનની સ્થિતિ અને દિલ્હીમાં તબલિગી સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે.
મરકઝમાં ગયેલા 103 લોકોની ઓળખ કરવામાં આવી છે. આજે 19 લોકોની ઓળખ કરી છે. જેની ઓળખ થઈ છે તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. અત્યાર સુધીમાં અમદાવાદના 57, ભાવનગરના 20, મહેસાણાના 12, સુરતના 8, નવસારીના 2 અને 4 બોટાદના લોકોની ઓળખ કરવામાં આવી છે.
જેમાંથી જૂના અમદાવાદ અને લઘુમતી વિસ્તારમાંથી 57ને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પોલીસ વડાએ આગળ કહ્યું હતું કે, અમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન થયું છે. જ્યારે અફવા ફેલાવનારા 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement