શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યુંઃ કયા વિસ્તારમાં શું છે સ્થિતિ? જાણો વિગત
અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 30,000 ને પાર થઈ ગયા છે. એટલું જ નહીં, અમદાવાદના એક્ટિવ કેસો પણ 3 હજારને પાર થઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ફરીથી અમદાવાદમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 30,000 ને પાર થઈ ગયા છે. એટલું જ નહીં, અમદાવાદના એક્ટિવ કેસો પણ 3 હજારને પાર થઈ ગયા છે.
પાંચ દિવસ બાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3000ને પાર થયો છે. પશ્ચિમ ઝોનમાં 514, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 529 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 500 કોરોના એક્ટિવ કેસ છે. મધ્ય ઝોનમાં 314, ઉત્તર ઝોનમાં 306 કોરોનાના એક્ટિવ કેસ છે. પૂર્વ ઝોનમાં 431 કોરોનાના એક્ટિવ કેસ તો દક્ષિણ ઝોનમાં 479 કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે. વધુ બે દર્દીઓના મોત સાથે અમદાવાદમાં મોતનો આંકડો 1680 એ પહોંચ્યો છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. ગઈ કાલે 1305 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈ કાલે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3048 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,948 એક્ટિવ કેસ છે, જ્યારે 80,054 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,854 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 99,050 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement