શોધખોળ કરો
ક્લાસ વન અધિકારીએ કર્યુ ધર્મ પરિવર્તન, હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ કર્યો અંગીકાર

અમદાવાદઃ શહેરમાં દાણીલીમડામાં નિવૃત ક્લાસ વન અધિકીરીએ પરિવાર સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. દલિતો પર થઇ રહેલા અત્યાચારને લીધે દલિતના શિક્ષિત લોકો ઘર્માતરણ તરફ વળ્યા છે. ઘર્મ પરિવર્તન કરનારામાં ડૉક્ટર અરવિંદ ચૌહાણ તેમના પત્ની ઇંદુબેન સાગર, દિકાર તરંગ સાગર પુત્રવધુ દર્શના, પૌત્ર સમ્યનો સમાવેશ થયો હતો. હિંદુ ધર્મ તરફથી સતત થતી ઉપેક્ષાએ દલિતોને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદના આબેંડકર હૉલમાં ગુજરાત બૌદ્ધિસ્ટ અકાદમી દ્વારા 140 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ સિવાય સુરેંદ્રનગરમાં 11 અને કલોકમાં 61 દલિતોએ ધર્મ પરિવર્તન કર્યું હતું.
Before You Go
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત






















