શોધખોળ કરો

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

લાખો નોકરિયાતો અને વેપારીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GSRTC એ દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં સુધારો કર્યો છે.
  • નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ભાડામાં 50 ટકા સુધી રાહત મળી.
  • માસિક પાસ હવે 18 ને બદલે 15 દિવસના ભાડામાં મળશે.
  • ત્રિમાસિક પાસ 54 ને બદલે 45 દિવસના ભાડામાં ઉપલબ્ધ બનશે.

રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરવામાં આવી છે. 

લાખો નોકરિયાતો અને વેપારીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકકલ્યાણના અભિગમ સાથે 'દૈનિક મુસાફર પાસ યોજના'ના નિયમોમાં મોટો ફેરફાર કરીને ભાડા રાહતનો વ્યાપ વધારીને 50 ટકા સુધી કરી દેવામાં આવ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી દરરોજ મુસાફરી કરતા 2.5 લાખથી વધુ લોકોને સીધો આર્થિક ફાયદો થશે.

માસિક અને ત્રિમાસિક પાસના ભાડા માળખામાં કરાયો ફેરફાર

નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનાના માળખામાં કરાયેલા આ સુધારાથી માસિક અને ત્રિમાસિક પાસ ધરાવતા મુસાફરોના ખિસ્સા પરનો બોજ નોંધપાત્ર રીતે ઘટશે.

માસિક પાસ: અગાઉ મુસાફરોએ માસિક પાસ કઢાવવા માટે 18 દિવસના ભાડાની રકમ ચૂકવવી પડતી હતી, જેમાં સુધારો કરીને હવે માત્ર 15 દિવસનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આમ મુસાફરો હવે માત્ર અડધા મહિનાના ભાડામાં પૂરા 30 દિવસ સુધી અમર્યાદિત મુસાફરીનો લાભ મેળવી શકશે.

ત્રિમાસિક પાસ: તેવી જ રીતે ત્રિમાસિક પાસ માટે અગાઉ 54 દિવસનું ભાડું વસૂલવામાં આવતું હતું, જેના સ્થાને હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવવાનું રહેશે. એટલે કે, 45 દિવસના ભાડામાં મુસાફરો સતત 90 દિવસ (ત્રણ મહિના) સુધી બસ સેવાનો લાભ લઈ શકશે.

નોકરિયાતો અને ધંધાર્થીઓને દર મહિને મોટો આર્થિક ફાયદો

GSRTCના આ પ્રજાલક્ષી અને અભિનંદનપાત્ર નિર્ણયથી રોજગાર કે ધંધા-વ્યવસાય અર્થે એક શહેરથી બીજા શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી કરતા નોકરિયાત વર્ગ, નાના વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા મુસાફરોને માસિક ધોરણે મોટો આર્થિક ટેકો મળશે. નિગમના આ કદમથી મુસાફરો ખાનગી વાહનોના બદલે રાજ્ય પરિવહન (S.T.)ની સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર સેવાઓનો વધુને વધુ ઉપયોગ કરવા તરફ પ્રેરાશે. આ નિર્ણયથી દૈનિક ધોરણે મુસાફરી કરતા આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો અને નાના-મોટા વ્યવસાયી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. સાથે જ મુસાફરો નિગમની સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરાશે.

Frequently Asked Questions

દૈનિક મુસાફર પાસ યોજનામાં મુખ્ય શું સુધારો કરવામાં આવ્યો છે?

આ યોજનામાં ભાડા રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી છે. આનાથી લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓને મોટો આર્થિક ફાયદો થશે.

માસિક પાસના ભાડા માળખામાં શું ફેરફાર થયો છે?

અગાઉ 18 દિવસના ભાડાની જગ્યાએ હવે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને આખા મહિના (30 દિવસ) માટે અમર્યાદિત મુસાફરી કરી શકાશે.

ત્રિમાસિક પાસ માટે કેટલું ભાડું ચૂકવવાનું રહેશે?

ત્રિમાસિક પાસ માટે હવે 54 દિવસના બદલે ફક્ત 45 દિવસનું ભાડું ચૂકવવાનું રહેશે, જેનાથી 90 દિવસ સુધી બસ સેવાનો લાભ મળશે.

આ સુધારાથી કયા વર્ગના લોકોને ફાયદો થશે?

રોજિંદા અપડાઉન કરતા નોકરિયાતો, વેપારીઓ, ધંધાર્થીઓ અને નાના-મોટા વ્યવસાયી વર્ગના આશરે 2.5 લાખથી વધુ લોકોને આર્થિક ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Embed widget