શોધખોળ કરો

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડના વિરોધમાં રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. યુવરાજ સિંહના સમર્થનમાં અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે.

અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. યુવરાજ સિંહના સમર્થનમાં અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. યુવરાજસિંહના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટ્યા છે. ભાજપની આઝાદીનો અમૃત મહોત્સવની રેલીને વિદ્યાર્થીઓએ રોકી હતી. યુવરાજસિંહની અટકાયતને પગલે પાલનપુરમાં વિદ્યાર્થીઓ રેલી યોજી હતી અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.

તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી તાલુકામાં માગુંજી ક્ષત્રિય સમાજ દ્રારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ ઉપર 307 જેવા ગંભીર ગુન્હામાં ધડપકડ કરવામાં આવી એ બદલ વિરોધ નોંધવતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લિબડી માગુંજી શાખા ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઝડપથી યુવરાજસિંહ ઉપર રહેલા કેશો પાછા ખેંચવામાં આવે અને નિપક્ષ તપાસ કરવામાં આવે. ભરતી કૌભાંડને બહાર લાવનાર યુવરાજસિંહના સમર્થનમાં લિબડી ડે.કલેકટર ને માગુંજી ક્ષત્રિય સમાજ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ ઉપરાંત રાજકોટ કલેકટર કચેરી ખાતે શ્રી કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ અને ખોટી કલમો લગાડવાના વિરોધમાં કરણી સેનાના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કરણી સેનાના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યુવરાજસિંહ સામે 307ની કલમ લગાડવામાં આવી છે તે દૂર કરવાની માગણી કરણી સેનાના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ કલેકટર કચેરી ખાતે કરણી સેનાના આગેવાનો દ્વારા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સમયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો પણ જોડાયા હતા.

યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં છોટાઉદેપુરમાં પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 300થી વધુ યુવાઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. યુવરાજસિંહને છોડી મૂકવા અને કેસ પરત લેવાની માગ કરવામાં આવી હતી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલે વડોદરામાં યુવાનો એકઠા થયા હતા. રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો, કરણી સમાજના લોકોએ ધરપકડનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કલેકટરને આવેદનપત્ર પાઠવી યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરવા માગ કરી હતી. 

જૂનાગઢમાં પણ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કરણી સેના અને વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે આવેદન આપ્યું હતું. ધારાસભ્ય ભીખા ભાઈ જોશી આ અવસરે હાજર રહ્યા હતા. લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક યુવરાજસિંહને છોડવા અપીલ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Embed widget