શોધખોળ કરો

Gandhinagar: પીએમ જનમન હેઠળ ગુજરાતમાં હજારો આદિજાતિ પરિવારોને આપવામા આવ્યા આવાસ, જાણો વિગતે

ગાંધીનગર:  ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા મટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર:  ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા મટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત, આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 7123 લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે. પીએમ જન-ધન યોજના હેઠળ 12,229 આદિજાતિ વ્યક્તિઓના બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, આ અભિયાન હેઠળ ગુજરાતમાં આદિમજૂથના ફળિયા/ગામોમાં સામુદાયિક પ્રવૃત્તિ અને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓને વેગ મળે તે ઉદ્દેશથી 39 મલ્ટિપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે, જે માટે ભારત સરકારે ₹23.40 કરોડની દરખાસ્ત મંજૂર કરી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતના આદિજાતિ સમુદાયની અને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) ની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે નવેમ્બર 2023માં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ને મંજૂરી આપી હતી. પીએમ જનમન અંતર્ગત ₹24 હજાર કરોડના બજેટ સાથે કેન્દ્ર સરકારના 9 મંત્રાલયો મારફતે 11 મહત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. 

આદિજાતિ વિસ્તારો માટે આંગણવાડીઓ અને મોબાઈલ મેડિકલ યુનિટ 

આદિમજૂથના ફળિયા/ગામોમાં આંગણવાડીઓની ખૂટતી સુવિધાઓની ઓળખ કરીને 67 જેટલા ફળિયા/ગામો માટે 67 નવી આંગણવાડીઓ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેને ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, આદિજાતિના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે જાન્યુઆરી 2024થી 17 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. 

આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, વીજળી અને પાણી

પીએમ જનમન હેઠળ આદિમજૂથની બહુલક વસ્તી ધરાવતા વિસ્તારોમાં બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવા છાત્રાલયોની સ્થાપનાને મંજૂરી મળી છે. આદિજાતિના અંતરિયાળ તેમજ ઊંચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા 2803 આદિમજૂથ કુટુંબોને શુદ્ઘ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સાથે જ, 6473 આદિમજૂથ કુટુંબોને વીજ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. 

પીએમ જનમન હેઠળ થયેલી અન્ય કામગીરી

• આદિમજૂથ સુમદાયની વસ્તી ધરાવતા ગામોમાં ગૌણ વન પેદાશો તેમજ અન્ય પરંપરાગત વસ્તુઓના વેચાણથી આવક ઊભી થાય તે માટે 21 વન ધન વિકાસ કેન્દ્રોને ભારત સરકારની મંજૂરી 
• 1051 આદિજાતિ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની ફાળવણી કરવામાં આવી
• આદિજાતિ સમુદાયની 466 મહિલાઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ આપવામાં આવ્યો
• 2998 આદિજાતિ વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા
• 14,827 આદિજાતિ કુટુંબોને રાશનકાર્ડ આપવામાં આવ્યા 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget