શોધખોળ કરો
સીટાના 'Shiksha365cloud' કોવિડ-19 સમયમાં બહુ ઉપયોગી સાબિત થયા
એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ સોફ્ટવેર "shiksha365cloud" કોવિડ-19 સમયમાં શૈક્ષણિક સંસ્થાનો માટે બહુ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતની અગ્રગણ્ય આઈટી કંપની "સીટા" દ્વારા સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીસ તેમજ અન્ય પ્રકારની શૈક્ષણિક સંસ્થાનો માટે તૈયાર કરવામાં આવેલ ક્લાઉડ-આધારિત એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ સોફ્ટવેર "shiksha365cloud" કોવિડ-19 સમયમાં શૈક્ષણિક સંસ્થાનો માટે બહુ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે."shiksha365cloud" ક્લાઉડ-આધારિત એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ સોફ્ટવેર શૈક્ષણિક સંસ્થાઓ માટેના પડકારો જેવાકે સ્ટુડન્ટ્સ રિટેનશન , ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટુડેન્ટ્સ ડેટા સિક્યોરીટીસ, પેરેન્ટ કોમ્યુનિકેશન, ટીચર્સ એન્ડ સ્ટાફ ટાઈમ મેનેજમેન્ટ, સ્ટુડેન્ટસ એકેડમીક્સ, સ્ટ્રીમલાઈન એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ વગેરેને સરળ બનાવે છે. આ ઉપરાંત ઈ-લર્નિંગ ટુલ્સ, ઈન્વોઈસ એન્ડ પેમેન્ટ પ્રેક્ટિસ,ચોઈસ બેઝ્ડ એડ્યુકેશન સિસ્ટમ,જીડીપીઆર કોમ્પ્લાયન્સ, ચોઈસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ વગેરે જેવા અનેક ફીચર્સ પુરા પાડે છે. "shiksha365cloud" સોફ્ટવેર શૈક્ષણિક સંસ્થાઓના એકેડમિક મેનેજમેન્ટ અંતર્ગત રિપોર્ટ્સ, લાઈબ્રેરી મેનેજમેન્ટ, ફીસ, હોસ્ટેલ મેનેજમેન્ટ, વેબસાઈટ વગેરે, જયારે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અંતર્ગત ઇન્ટિગ્રેશન, રિપોર્ટ, પર્ચેઝ, ઇન્વેન્ટરી, મટીરીયલ યુઝ વગેરે, અને એચઆરએમ અંતર્ગત અટેન્ડેન્સ, પેરોલ, એમ્પ્લોય મેનેજમેન્ટ જેવા મહત્વના કાર્યો સરળ, ઝડપી અને પારદર્શી બનાવે છે. જે શૈક્ષણિક સંસ્થાઓના સમય, શક્તિ, અને પૈસાની બચત કરાવે છે. આ અંગે વધુ માહિતી આપતા "સીટા"ના ફાઉન્ડર અને ચેરમેન "કિરણ સુતરિયા"એ જણાવ્યું કે "shiksha365cloud" શૈક્ષણિક સંસ્થાઓની કામગીરીને વધારે અસરકારક બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ટેક્નોલોજી અને સમજણનો શ્રેષ્ઠ સમન્વય કરાયો છે જેથી શાળાઓ અને યુનિવર્સિટીઓની તમામ વહીવટી જરૂરિયાતોને સંતોષી શકાય. તેના ટૂલ્સ વિવિધ ડિપાર્ટમેન્ટમાં વર્કફ્લોને એકદમ સુરેખ બનાવે છે જેથી ભૂલ થવાની કોઈ શક્યતા રહેતી નથી. તેના કારણે વિદ્યાર્થીઓ પર હકારાત્મક અસર પડે છે. "shiksha365cloud" દ્વારા પેપરલેસ ઇકોસિસ્ટમની રચનામાં AI & MLના ઉપયોગના કારણે સંસ્થાઓની તમામ કામગીરી પાર પાડી શકાય છે, તે સરળ, ઝડપી, ઝંઝટરહીત, કાર્યક્ષમ અને સચોટ કામ કરે છે. કિરણ સુતરિયા સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની જરૂરિયાતને સમજે છે અને તેમણે શૈક્ષણિક સંસ્થાઓના કામને સરળ બનાવવા માટે વિસ્તૃત વિશ્લેષણ પછી "shiksha365cloud"ને ડિઝાઇન કરીને વિકસાવ્યું છે.
વધુ વાંચો





















