શોધખોળ કરો
અમદાવાદઃ જાણીતા ડોક્ટરે પત્રકાર યુવતીને સારવારના બહાને હોટલમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત
ડોક્ટર કનુ પટેલે મહિલાને આસોપાલવ હોટલમાં બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
![અમદાવાદઃ જાણીતા ડોક્ટરે પત્રકાર યુવતીને સારવારના બહાને હોટલમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત Doctor Kanu Patel arrested by woman police અમદાવાદઃ જાણીતા ડોક્ટરે પત્રકાર યુવતીને સારવારના બહાને હોટલમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/16195121/Doctor-Kanu-Patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ આરોગ્ય જગતમાં જાણીતું નામ ધરાવતા અને વસ્ત્રાલમાં ગુજરાત હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર કનુ પટેલ સામે એક ફ્રીલાન્સ જર્નાલિસ્ટે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલા પત્રકારના જણાવ્યા પ્રમાણે કનુભાઈ પટેલ તેને ઓછા ભાવે મેડિકલ ટ્રીટમેન્ટની લાલચ આપી હતી.
હકીકતમાં ઘટના એમ છે કે, પીડિત મહિલા છેલ્લા ૨૦ વર્ષથી સાઇકિયાટ્રિક ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે.ડોક્ટર કનુ પટેલે તેને જણાવ્યું તેમના ઓળખીતામાં એક સાઇકિયાટ્રિક ડોક્ટર છે, જે ઓછા ભાવે ટ્રીટમેન્ટ પૂરી પાડશે, એવું કહીને આગળ વાતચીત કરવા માટે તેમણે મહિલાને આસોપાલવ હોટલમાં બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એસીપી મીની જોસેફ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ડોક્ટર કનુ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર કનુ પટેલ ખૂબ જ જાણીતા ડોક્ટર છે અને અવાર-નવાર લોકો વચ્ચે પણ ઉપસ્થિત થતા હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રાઇમ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)