Drone Show: અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે ડ્રોન શો, એક સાથે 600 સ્વદેશી ડ્રોન ઉડશે આકાશમાં
અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સની શરૂઆત થાય તેના એક દિવસ અગાઉ સાબરમતી નદીના કિનારે ડ્રોન શો યોજાશે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત થવા જઈ રહેલા ડ્રોન શોમાં એક સાથે 600 ડ્રોન ઉડાડવામાં આવશે.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સની શરૂઆત થાય તેના એક દિવસ અગાઉ સાબરમતી નદીના કિનારે ડ્રોન શો યોજાશે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત થવા જઈ રહેલા ડ્રોન શોમાં એક સાથે 600 ડ્રોન ઉડાડવામાં આવશે. જે એજન્સી દ્વારા દિલ્હી IIT માં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા તે જ એજન્સી દ્વારા ડ્રોનનો ખાસ કાર્યક્રમ યોજાશે. આયોજકોનો દાવો છે કે ડ્રોન શોમાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ ડ્રોન સ્વદેશી બનાવટના અને દિલ્હી IITમાં તૈયાર કરવામાં આવ્યા છે. સાંજે 6 કલાકે યોજાનાર ડ્રોન શોનો નજારો અદભુત રહેવાનો અને નાગરીકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવનાર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે. તેઓ ગુજરાતના રાજકીય પક્ષો, જિલ્લા કલેકટર અને પોલીસ વડા સાથે બેઠક કરશે. ચીફ ઇલેક્શન કમિશ્નર રાજીવ કુમાર, ઇલેક્શન કમિશનર અનુપચંદ્ર પાંડે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં બે દિવસ ચૂંટણીની કામગીરી સંદર્ભે ચર્ચા અને આયોજન કરશે. આજે રાજકીય પક્ષો પાસેથી તેમના સૂચનો માંગવામાં આવ્યા. જ્યારે કલેકટર સાથેની બેઠકમાં ચૂંટણીની વ્યવસ્થા અને જિલ્લા પોલીસ વડા પાસે સુરક્ષા બાબતોને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ભાજપ પક્ષે કેન્દ્રીય ચૂંટણી પક્ષ સાથે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાન પ્રક્રિયામાં સમય વધારવા ઉપરાંત નીચેના સૂચન કર્યા છે.
- લેબર કમિશ્નર દ્વારા કામદારોને મતદાન માટે છૂટછાટ અપાવવા સૂચન કર્યું
- ૮૦ વર્ષથી ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગોને મતદાન માટે સૂચન
- રોકડ રકમ, ચૂંટણી સામગ્રી, મુલ્યવાન સામગ્રી સહિતની બાબતોની જપ્તીને લઈ રજૂઆત કરવામાં આવી
- નવી એસઓપી આવશે તેવી ચૂંટણી પંચે ખાતરી આપી
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવી એસઓપી આવશે તેવી ખાતરી આપી
- ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ વિવિધ ૨૩ સૂચનો મુકાયા
- સ્ટાર પ્રચારકોને લઈ ભાજપ તરફથી સૂચન
- સ્ટાર પ્રચારકોની નિર્ધારિત કરવામાં આવેલી ૪૦ સભ્યોની મર્યાદામાં ફેરફાર કરવા સૂચન
- સ્ટાર પ્રચારકનો ખર્ચ રાજકીય પક્ષમાં ઉધારવા સૂચન
- સ્ટાર પ્રચારકનો ખર્ચ ઉમેદવારમાં ન ઉધારવા સૂચન
- પ્રધાનમંત્રીની રેલી દરમિયાન થતા વિવિધ ખર્ચ રાજકીય પક્ષ ઉઠાવવા જોઈએ અને ઉમેદવારો પર ખર્ચ ન બાંધવા સૂચન
- ખર્ચ નિરીક્ષક દ્વારા અયોગ્ય હેરાનગતી ટાળવા સૂચનાઓ આપવા રજૂઆત
- અન્ય સ્ટાર પ્રચારકોમાં પ્રધાનમંત્રીને અપવાદ ગણાવ્યા છે, રાષ્ટ્રિય સુરભીમાં કારણે વિશિષ્ટ સુવિધા અને આયોજનો થાય છે. આ ખર્ચ તેમજ હેલીપેડ, બેરિકેડિંગ, રેસ્ટ રૂમનો ખર્ચ થતો હોય છે જેનો ખર્ચ રાજકીય પક્ષો પર ઉઠાવવો જોઈએ.
કોંગ્રેસ પક્ષે પણ ચૂંટણી પંચ સાથેની બેઠક કરી
કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી પહેલા થવી જોઈએ. ઈવીએમની ગણતરી બેલેટ પછી કરવા સૂચન કર્યું છે. મતદારોના નામ કમી થવા પર પણ સૂચન કર્યું છે. કોમ્યુનિટી અને સોસાયટીના નામ કમી થઈ જાય છે તેનું ધ્યાન રાખવામા આવે. ગેરરીતીઓ થતી અટકાવી જોઈએ. બે તબક્કામાં ચૂંટણી થાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ચૂંટણી સાથે થવી જોઈએ.