અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
શાળાઓને મળેલા મેઈલ મામલે ક્રાઈમ બ્રાન્ચ jcp શરદ સિંઘલે ખુલાસો કર્યો કે, MAIL. RU ડોમેઈન પાકિસ્તાનનાં ફૈઝાબાદથી મેઈલ આવ્યો હતો.
Ahmedabad News: અમદાવાદ શહેરમાં 36 શાળાઓમાં એક મેઈલ મળવા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. બોમ્બનો મેઈલ મળ્યા બાદ તમામ શાળાઓમાં BDDS,ડોગ સ્ક્વોડ સહિત એજન્સીઓએ તપાસ કરી હતી. પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડાએ આ મેઇલને અફવા ગણાવી હતી. ક્રાઈમ બ્રાનચ અને સાયબર ક્રાઈમએ તપાસ ચાલુ રાખી હતી.
શાળાઓને મળેલા મેઈલ મામલે ક્રાઈમ બ્રાન્ચ jcp શરદ સિંઘલે ખુલાસો કર્યો કે, MAIL. RU ડોમેઈન પાકિસ્તાનનાં ફૈઝાબાદથી મેઈલ આવ્યો હતો. અમાન જાવેદ નામના બીજા આઇડીથી અલગ અલગ સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ મળી આવ્યાં હતાં. બીજી એજન્સીની તપાસમાં આરોપીના નામ ખુલ્યાં હતાં. હાલ કેન્દ્રની એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ અહમદ જાવેદ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તથા પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ બોમ્બ વિસ્ફોટનાં ધમકીભર્યા ઇ -મેલ બાબતે તમામ શાળામાં BDDS, DOG સ્કોડ,સાયબર ક્રાઈમની ટીમો દ્વારા ચેકીંગ કરવવામાં આવ્યું હતું. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. જેનાથી ફલિત થાય છે કે માત્ર લોકોમાં ભયનો માહોલ ફેલાવા માટે જ આ મેલ કરવામાં આવેલ હતો.
આ બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે આ ઈ-મેલ mail.ru. ડોમઇન ઉપરથી કરવામાં આવેલ હતો. જેમાં એક તૌહિદ લિયકાત નામના ઇસમે પોતાની ઓળખ ધારણ કરી ચૂંટણી દરમ્યાન ચૂંટણીની પ્રક્રીયા કરનાર તથા મતદારોમાં અને ભારતીય નાગરીકોમાં ભય તથા અફવાનો માહોલ ફેલાય તે ઉદેશથી જુદા-જુદા માધ્યમથી સદર ઇસમે ઓનલાઇન તમામ શાળાઓની યાદી શોધી તે તમામ શાળાઓના ઇ-મેલ ઉપર ધમકી ભર્યા ઇ-મેલ
મોકલેલ હતાં.
આ વસ્તુ તેમણે જુદી-જુદી સોશીયલ મીડીયા પ્લેટફોમ થકી જેમ કે “ICQ, Snap-chat, Twitter, Roblex” પર જુદી-જુદી ઓળખ ઉભી કરી મેસેજ કરેલ. આ મેસેજની અત્રેથી વધુ તપાસ કરતા જાણવા મળેલ કે તોહિદ તિયકાત નામની ઓળખ આપેલ તે બીજી ઓળખ હમાદ જાવેદ નામ ધારણ કરેલ છે. ઉપરોક્ત નામથી ઓપરેટ કરવામાં આવી રહેલ છે તે વ્યક્તિ પાકિસ્તાન ખાતેના ફેસલાબાદ નામના જીધલામાંથી ઓપરેટ કરે છે.
આ આરોપીનું નામ એક બીજી એજન્સી દ્વારા હનીટ્રેપની તપાસ દરમ્યાન ખુલેલ છે. હાલમાં સ્ટેટ આઈ.બી., એ.ટી.એસ., સેન્ટ્રલ આઈ.બી., NTRO & RAW વિગેરે એજન્સીના સંપર્કમાં રહી આગળની તપાસ ચાલુ છે.