શોધખોળ કરો

Rescue VIDEO: અમદાવાદમાં ફાયર વિભાગનું દિલ ધડક રેસ્ક્યુ, 60થી વધુ લોકોના જીવ બચાવ્યા

અમદાવાદ: શહેરના પરિમલ ગાર્ડન પાસે આગનો બનાવ સામે આવ્યો છે. દેવ કોમ્પલેક્ષના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ખાનગી ઓફિસના સર્વરરૂમમાં આગની ઘટના બની હતી.

અમદાવાદ: શહેરના પરિમલ ગાર્ડન પાસે આગનો બનાવ સામે આવ્યો છે. દેવ કોમ્પલેક્ષના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ખાનગી ઓફિસના સર્વરરૂમમાં આગની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની શરૂઆત કરી હતી. મોટી જાનહાની ન થાય અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા ક્રેઇન વડે દીવાલ તોડવામાં આવી હતી. તો બીજી તરફ આ બિલ્ડિંગમાં હોસ્પિટલ પણ આવેલી હોવાથી ચિંતાનો માહોલ છવાયો હતો. જો કે ફાયર વિભાગે યુદ્ધના ધોરણો કાર્યવાહી કરી હતી અને બાળકો સહિત 60  લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.

આ આગ અંગે ફાયર ચીફ જયેશ ખાડિયાએ કહ્યું કે,  એકાઉન્ટ ઓફિસમાં આગ લાગી હતી. પ્લાય વુડ અને સી ફોર્મ પુષ્કળ પ્રમાણમાં હોવાથી આગ વધુ લાગી હતી. ઉપરના માળે હોસ્પિટલમાં દર્દીઓ હતા તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર સિસ્ટમ બિલ્ડિંગમાં હાજર હતી અને તે ચાલુ હતી. 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બાળ દર્દીઓ અને પરિવારને સેફ કરી આગ બુજાવવાની કામગીરી કરી હતી. હાઇડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.  જો કે, આગ ક્યા કારણે લાગી તે તપાસ થશે પછી જાણવા મળશે. આ અંગે એસ્ટેટ વિભાગને માહિતી આપી કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં આપના કોર્પોરેટર પર હુમલો, ભાજપના કાર્યકરોએ કારમાં તોડફોડ કરી હોવાનો આરોપ
સુરતમાં આપના કોર્પોરેટરની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટર મહેશ અણઘનની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘનની કારમાં તોડફોડ કરવામાં આવી છે. મહેશ અણઘનનો આરોપ છે કે આ તોડફોડ ભાજપના કાર્યકરોએ કરી છે.

સુરત: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવને લઈને ઘણી જગ્યાએ વિરોધ સામે આવી રહ્યો છે. હવે સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ શાળામાં ચાલી રહેલ શાળા પ્રવેશોત્સવમાં બબાલ સામે આવી છે. પૂર્વ મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં જ  શાળા પ્રવેશોત્સવમાં બબાલ સામે આવી છે. વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટને લઈ પ્રશ્નો કરતા વિવાદ થયો છે. ભાજપ અને આપના કાર્યકર્તા આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. આ ઉપરાંત ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા છે. આ પહેલા પર આપના નેતાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષકોની અને ઓરડાઓની ઘટ મામલે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget