શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના વધુ એક જિલ્લામાં કોરોનાનો પગપેસારો, જાણો કયા જિલ્લામાં નોંધાયો કેસ?
બોટાદ જિલ્લામાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો, કુલ 33 જિલ્લામાંથી 21 જિલ્લા કોરોનાગ્રસ્ત, 12 જિલ્લામાં હજુ એક પણ કેસ નહીં.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના વધુ એક જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. બોટાદ શહેરમાં જિલ્લાનો પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે. 80 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે 21 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. જોકે, હજુ સુધી 12 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 654 પર પહોંચી છે.
ગઈ કાલે બે લોકોના મોત થતા મૃત્યુઆંક 28 થયો છે. જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે. રાજ્યમાં જે બે લોકોના મોત થયા છે તેમાં ભાવનગરના એક 50 વર્ષના પુરૂષ તેમને ડાયાબિટીશની પણ બિમારી હતી. જ્યારે વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમા એક મોત થયું છે. જે જિલ્લાઓમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી તેવા જિલ્લાઓમાં પણ ટેસ્ટ કર્યા ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી.
આરોગ્ય સચિવ જયંતી રવિના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 78 પોઝિટિવ બાકી બધા નેગિટિવ આવ્યા છે. હાલ 555 દર્દીઓ સ્ટેબલ છે, 8 વેન્ટીલેટર પર છે અને 59 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 15984 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ભાવનગરના એક પુરૂષ અને મહિલા સ્વસ્થ થયા છે, જ્યારે અમદાવાદમાં 28 વર્ષના મહિલા અને સુરતમાં એક પુરૂષ સ્વસ્થ થયા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ- 373
સુરત 42
રાજકોટ 21
વડોદરા 113
ગાંધીનગર 16
ભાવનગર 26
કચ્છ 4
મહેસાણા 4
ગીર સોમનાથ 2
પોરબંદર 3
પંચમહાલ 2
પાટણ 14
છોટાઉદેપુર 5
જામનગર 1
મોરબી 1
આણંદ 10
સાબરકાંઠા 1
દાહોદ 2
ભરુચ 11
બનાસકાંઠા 2
બોટાદ 1
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion