શોધખોળ કરો
Advertisement
સોના-ચાંદીમાં ચમક વધી! સોના અને ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો? જાણો શું છે ભાવ
કોરોનાના કપરા કાળમાં સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ નવ વર્ષની ટોચે પહોંચ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ વધીને 51 હજારની વિક્રમી સપાટી પર પહોંચી ગયો છે
અમદાવાદ: કોરોના મહામારીના પગલે વિશ્વ બજારમાં સોનામાં અચાનક રોકાણ વધતા સોનું નવ વર્ષની ટોચે પહોંચતા અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું વધીને રૂપિયા 51,000ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. બીજી તરફ ચાંદી વધીને સાત વર્ષની ટોચે પહોંચી હતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, દિવાળી સુધીમાં સોનાનો ભાવ 55,000 રૂપિયા પહોંચી જશે.
કોરોનાના કપરા કાળમાં સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ નવ વર્ષની ટોચે પહોંચ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ વધીને 51 હજારની વિક્રમી સપાટી પર પહોંચી ગયો છે તો બીજી તરફ ચાંદીનો ભાવ 55 હજાર 300ની સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
છેલ્લા ચાર મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં લોકડાઉન પૂર્વે ચાંદી 35 હજારની સપાટીએ પહોંચી હતી ત્યાર બાદથી અત્યાર સુધીમાં 20 હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને ચાંદીની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે. તો દિવાળી સુધીમાં 60 હજારની સપાટી ક્રોસ કરે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગઈકાલે સોનામાં પણ 200 રૂપિયાનો ઉછાળો થઈ 51 હજારની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement