(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સહાય મુદ્દે વિપક્ષનો પ્રહારઃ સરકાર કહે છે 10 હજાર મૃત્યુ થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, સ્મશાનની ભઠ્ઠી સતત ધમધમીત રહી. 4 લાખની જગ્યાએ 50 હજારની સહાય કેમ? સરકાર કહે છે 10 હજાર મૃત્યું થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?
અમદાવાદઃ ગઈ કાલે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરીષદ કરીને 22 હજાર લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અનેક સવાલ ઉઠાવ્યા છે.
કોરોના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, સ્મશાનની ભઠ્ઠી સતત ધમધમીત રહી. 4 લાખની જગ્યાએ 50 હજારની સહાય કેમ? સરકાર કહે છે 10 બજાર મૃત્યું થયા છે તો પછી 22 હજારને સહાય કેમ? આ તમામ મુદ્દાને સ્વીકારવા સરકાર તૈયાર નથી.
કોરોના અંગે વ્યવસ્થા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સવાલ ઉઠાવ્યા હતા. કોરોનાની સમગ્ર આફતથી તમામ લોકો પરિચિત છે. કુદરતી આફત અને સરકારની બેદરકાર દ્વારા ઉભી થતી આફત હોય, સરકારની બેદરકારીવાળી આફત કોરોના છે. સારવારથી લઈને અંતિમવિધિ સુધી લાઈનો લાગી હતી. ભઠ્ઠી બળીને ખાક થઈ ગઈ. અનેક લોકો મોતને ભેટ્યા. સરકાર સ્વીકારવા તૈયાર નથી. અમે કેટલાક જિલ્લાના ગામા આશ્વાસન આપવા ગયા. ત્યાં લોકોએ કહ્યું કે 15 થી 20 દિવસમાં 110 લોકોના મોત થયા. જે ઘડીની કલ્પના ન થઈ શકે. કોંગ્રેસે કોવિડ સામે યાત્રા કાઢી. સરકાર આંકડા વ્યવસ્થા છુપાવતી. કોવિડમાં 1 લાખ લોકોના ઘરે કોંગ્રેસે મુલાકાત કરી. માહિતી મેળવી 3 લાખ આંકડો હતો જેમાં 1 લાખને મળ્યા, જેમાં 10 હજારનો આંકડો સહાય માટે હતો તેમાં 20 હજાર ઉપરને સહાય આપી. બીજું 4 લાખ સહાયની જોગવાઈ હતી તેની સામે 50 હજારની જોગવાઈ કરી.
તેમણે કહ્યું કે, નામદાર કોર્ટ ફટકાર આપે છે ત્યારે કામ કરે છે, તે સિવાય કામ નથી કરતી. લોકોમાં સહાય મેળવવા અવઢવ અને હાલાકી રહે છે. એટલા માટે ભાજપ મોતનો મલાજો પણ જાળવતી નથી. સરકાર આજે પણ મૃતકોને સહાય આપવા યોગ્ય વ્યવસ્થા ગોઠવતી નથી. સિસ્ટમ અને કર્મચારી છે કે કેમ, કેમ યાદી એકઠી નથી કરી શકતા. કાર્યક્રમો કરવા હોય જરૂર હોય ત્યારે યાદી બને પણ કેમ આમાં યાદી ન બને. બે કલાકમાં માહિતી લઇ શકાય તેવી સક્ષમતા છે પણ કેમ નથી લેતા માહિતી તે સમજાતુ નથી. જાહેરાતની રકમ જે લોકો મૃત્યુ પામ્યા છે તેને પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે 3 લાખનો આંકડો પકડ્યો છે તેમને સહાય અપાવીશું. જો મૃતક પરિવારને સહાય નહિ મળે ગુજરાતથી દિલ્હી સુધી તમામને અમે રજુઆત કરીશું અને સહાય અપાવવા પ્રયત્ન કરીશું. સાચા આંકડા જાહેર કરી સહાય આપવા માંગ કરીશું. નિરાધાર બાળકોને સહાય આપવા જાહેરાત કરી તેમાં 13 હજાર આંકડો છે. 25 લાખ પેટ્રોલ ડિઝલમાં આવે છે સરકારને. 800 કરોડનું પ્લેન ન લીધું હોય તે ચાલે. દિલ્હીમાં બાદશાહ માટે મહેલ બને છે પણ તે એક વર્ષ પછી બને તો ચાલે. પીએમ પર પ્રહાર કરતાં કહ્યું, વિકૃત માનસિકતા લઈને ચાલવા વાળાનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસ ગામે ગામે વોર્ડ વોર્ડ જઈને મૃતકોને સહાય આપવા પ્રયાસ કરશે. આરોગ્ય મંત્રી માણેકચોકમાં આવે અને સભા કરે અને જવાબ આપે કોવિડની વ્યવસ્થા અંગે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. અમે તૈયાર છીએ. સરકારને હાય લાગશે. ત્રણ દિવસ સુધી કોઈ મોઢું ન જોઈએ શકે મૃતકનું તેના પરથી લાગે છે કે લાગણી નથી રહી ભાજપમાં. હૃદય સુધારવા હવન કરવા પડશે તો અમે કરીશું. આ પ્રશ્ન રાજકીય રીતે નહિ પણ મૃતક પરિવારને સહાય નહિ મળે ત્યાં સુધી કોંગ્રેસ મુદાને આગળ લઈ જશે. અમારી પાસે 48 હજાર ફોર્મ સહાય માટેના આવ્યા છે. પંચાયત ચૂંટણી વચ્ચે પણ કામ ચાલુ છે. 2 વાગે મિટિંગ બોલાવી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રખાઈ છે. આજે કેટલીક જવાબદારી સોપીશું. દર 15 કે 20 દિવસે તમામ વિગત અમે જાહેર કરીશું.
સરકારે જાહેરાત કરી કે 10 હજારથી વધારે યાદી નથી. રાહુલ ગાંધી જુઠ્ઠું બોલે છે તેમ કહ્યું, પણ આજે તે જ લોકોએ 22 હજારની સહાય કરી. સરકારની મનસા સાચી હોય તો 24 કલાકમાં સાચો આંકડો સામે આવી શકે, પણ તે નથી કરી રહ્યા જો સાચું કરવું હોય તો સાચો આંકડો જાહેર કરે.
ગઈ કાલે ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવા મુદ્દે મોટી જાહેરાત કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ પછી કોરોના પોઝિટિ આવ્યાના 30 દિવસમાં મૃત્યુ થયા હોય તેવા દર્દીના પરિવારને ગુજરાત સરકારે તેમના ખાતામાં સીધી 50 હજારની સહાય ચૂકવી દીધી હોવાનું જણાવ્યું હતું.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોવિડતી મૃત્યુની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટે વિસ્તૃત કરી. આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના 30 દિવસમાં મૃત્યુને પણ કોવિડ ડેથ ગણાશે. 22 હજાર અરજદારોના ખાતામાં સહાય જમા કરાવાઈ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કોવિડ મૃત્યુની વ્યાખ્યા અનુસાર આ સહાય અપાઈ. કોવિડ ડેથમાં સૌથી ઝડપથી સહાય ચુકવવામાં ગુજરાત અન્ય રાજ્યો કરતા આગળ છે. 38 હજાર જેટલી કુલ અરજીઓ આવી અને હજુ પણ અરજીઓ આવે છે, તે સ્વીકારાય છે.
ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પત્રકાર પરીષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 22 હજાર કોરોના મૃતકોને સહાય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારની સત્તાવાર વેસાઇટ https://gujcovid19.gujarat.gov.in/home.aspx પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં અત્યાર સુધીમાં સત્તાવારી રીતે 10,096 લોકોના કોરોનાથી નિધન થયા છે.