(Source: ECI/ABP News/ABP Majha)
જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ
આ સમયે કોંગ્રેસના ત્રણેય પૂર્વ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી. તસવીરમાં જ્યાં જગદીશ ઠાકોરના ફોટાવાળી કેક મુકાઈ હતી ત્યાં જગદીશ ઠાકોર કેક કાપવા આવ્યાં અને હાર્દિક પટેલની રાહ જોઈ રહ્યા હતા.
અમદાવાદઃ આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે જગદીશ ઠાકોરે વિધિવત રીતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેનો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરનું રાજીવ ગાંધી ભવનમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. જગદીશ ઠાકોરે પદગ્રહણ કરે તે પહેલાં તેમના ફોટા સાથેની કેક કાપી હતી.
જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા. હાર્દિક પટેલને આવવામાં મોડું થતાં તેમણે 5 મિનિટ સુધી રાહ પણ જોઇ હતી. આ પછી તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે ભરતસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત તમામ નેતાઓ હાજર રહ્યા હતા.
જોકે, કેક કટિંગ સમયે કોંગ્રેસના ત્રણેય પૂર્વ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી. તસવીરમાં જ્યાં જગદીશ ઠાકોરના ફોટાવાળી કેક મુકાઈ હતી ત્યાં જગદીશ ઠાકોર કેક કાપવા આવ્યાં અને હાર્દિક પટેલની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ ત્રણેય પૂર્વ કોંગ્રેસ પ્રમુખો ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયા હાજર નહોતા. જોકે, તેઓ પ્રદેશ પ્રમુખની ચેમ્બરમાં હાજર રહ્યા હતા.
હાર્દિકે કેમ કહ્યું, 'કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતના રસ્તાઓ ઉપર માથા લાલ કરવા પડશે'
અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટલની ભાજપ સરકાર અને ભાજપના નેતાઓને ખુલ્લી ધમકી આપી હતી. હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને હેરાન ન કરતા. કોંગ્રેસનો કાર્યકર ભગતસિંહમાં પણ માને છે તે યાદ રાખજો. જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું હતું. તેમેમ કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતના રસ્તાઓ ઉપર માથા લાલ કરવા પડશે.