શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક જિલ્લાથી આવ્યા મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ

ગુજરાતમાં હવે મોરબી કે જે ત્રીજો જિલ્લો એવો છે, જ્યાં એક્ટિવ કેસો 100થી ઓછા છે. અગાઉ ડાંગ અને છોટાઉદેપુર જિલ્લામાં એક્ટિવ કેસો 100થી ઓછા હતા. એમાં પણ ડાંગ જિલ્લામાં માત્ર 21 જ એક્ટિવ કેસો છે. ત્યારે આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા પછી હવે બીજી લહેર શાંત પડી રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો અને દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. હવે રાજ્યમાં સાજા થવાનો દર 94.79 ટકા થઈ ગયો છે. 

ગુજરાતમાં હવે મોરબી કે જે ત્રીજો જિલ્લો એવો છે, જ્યાં એક્ટિવ કેસો 100થી ઓછા છે. અગાઉ ડાંગ અને છોટાઉદેપુર જિલ્લામાં એક્ટિવ કેસો 100થી ઓછા હતા. એમાં પણ ડાંગ જિલ્લામાં માત્ર 21 જ એક્ટિવ કેસો છે. ત્યારે આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે 87 એક્ટિવ કેસો છે. જ્યારે મોરબી જિલ્લામાં 91 એક્ટિવ કેસ છે. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં 131, દાહોદમાં 173 એક્ટિવ કેસ છે. આ સિવાયના તમામ જિલ્લામાં 200થી વધુ એક્ટિવ કેસ છે.    

ગુજરાતમાં કુલ એક્ટિવ કેસો 32,345 છે. જેમાં સૌથી વધુ એક્ટિવ કેસો વડોદરા જિલ્લામાં 5500 એક્ટિવ કેસો છે. આ 5493 અમદાવાદ જિલ્લામાં છે. જ્યારે સુરત જિલ્લામાં 3403 અને જામનગર જિલ્લામાં 2258 એક્ટિવ કેસો છે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 264, વડોદરા કોપોરેશન 212,   સુરત કોપોરેશન 155,   વડોદરા 115,રાજકોટ કોર્પોરેશન 82,  પોરબંદર 71, જુનાગઢ 70,   સુરત 62,  ગીર સોમનાથ 45, રાજકોટ 45, નવસારી 44,  જામનગર કોર્પોરેશન 43, ભરૂચ 41, આણંદ 36, પંચમહાલ 34, ખેડા 33, વલસાડ 32, બનાસકાંઠા 30, કચ્છ 30, અમરેલી 28, દેવભૂમિ દ્વારકા 22, જામનગર 22,  સાબરકાંઠા 21,  જૂનાગઢ કોર્પોરેશન 15, મહેસાણા 17, અરવલ્લી 13,   ભાવનગર કોર્પોરેશન 12,  ગાંધીનગર કોર્પોરેશન 12, મહીસાગર 12, ભાવનગર 10, પાટણ 10, ગાંધીનગર 9, અમદાવાદ 6, દાહોદ 6,  છોટા ઉદેપુર 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4,  તાપી 4, મોરબી 1 બોટાદ 0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1681   નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 4, વડોદરા કોપોરેશન 2,   સુરત કોપોરેશન 1,   વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 0,  પોરબંદર 0, જુનાગઢ 0,   સુરત 1,  ગીર સોમનાથ 0, રાજકોટ 0, નવસારી 0,  જામનગર કોર્પોરેશન 1, ભરૂચ 0, આણંદ 0, પંચમહાલ 1, ખેડા 0, વલસાડ 0, બનાસકાંઠા 1, કચ્છ 0, અમરેલી 0, દેવભૂમિ દ્વારકા 0, જામનગર 1,  સાબરકાંઠા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 1, અરવલ્લી 0,   ભાવનગર કોર્પોરેશન 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, મહીસાગર 1, ભાવનગર 1, પાટણ 0, ગાંધીનગર 0, અમદાવાદ 0, દાહોદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0, નર્મદા 0,  તાપી 0, મોરબી 0 બોટાદ 0 અને ડાંગમાં  0  મોત  સાથે કુલ 18  મોત નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ  2,00,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  94.79 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget