Gandhinagar: રામલલ્લાના દર્શને જતા ભક્તો માટે ખુશખબર, ગુજરાત સરકાર અયોધ્યામાં બનાવશે વિશાળ યાત્રી ભવન
ગાંધીનગર: કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

ગાંધીનગર: કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ- નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે આકાર પામી રહેલ ભવ્ય રામમંદિર નજીક ગુજરાતથી જતા દર્શનાર્થી ભાવિકો માટે આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમાન વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય. pic.twitter.com/RF2On0sHXi
— CMO Gujarat (@CMOGuj) November 25, 2023
ભગવાનની શ્રી રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અયોધ્યા ખાતે રામલલ્લાના ભાવપૂર્વક દર્શન કરી ગુજરાતના સુખ-શાંતિ-સમૃદ્ધિની કામના કરી હતી તેમજ પૂર્ણતાની સમીપ પહોંચેલ ભવ્ય રામમંદિરના નિર્માણ કાર્યનું પરિસરમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું. pic.twitter.com/qNTgPX3S58
— CMO Gujarat (@CMOGuj) November 25, 2023
મુખ્યમંત્રીએ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી. તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિર માં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા. અયોધ્યા જઈને મુખ્યમંત્રીએ હનુમાનગઢીમાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેઓ ભગવાન શ્રીરામનાં દર્શન કરવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ તેમણે મંદિર નિર્માણનું નિરિક્ષણ કર્યું હતું. અયોધ્યા ખાતે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દરેક રાજ્યને ભવન બનાવવા માટે જમીન ફાળવી છે. ત્યાં ગુજરાત ભવન માટે પણ જમીન ફળવાઈ છે, જેથી આ જમીન જોવા માટે પણ મુખ્યમંત્રી ગયા હતા.. અયોધ્યામાં ઘણા દેશો સહિત દેશનાં ઘણાં રાજ્યોએ તેમના ગેસ્ટહાઉસ ખોલવામાં રસ દર્શાવ્યો છે. અયોધ્યામાં ગુજરાતી મંદિરો અને ગુજરાતી ધર્મશાળાઓ છે. ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 5 લાખ શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચે છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ- ઉત્સવ ઉજવાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
