શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન મુદ્દે હાઈકોર્ટે સરકારને શું કર્યું સૂચન?

સમાજના નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન સર્વિસ શરૂ કરવા સરકારને હાઇકોર્ટે સૂચન કર્યું છે. મેડિકલ સ્ટાફની કાયમી ભરતી ઝડપથી પૂર્ણ કરવા કોર્ટે આદેશ આપ્યો છે.

અમદાવાદઃ કોરોના વાયરસના સંક્રમણના મુદ્દે હાઇકોર્ટે લીધેલ સુઓ મોટો પિટિશન પર કોર્ટે ચુકાદો આપ્યો છે. કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. રાજ્ય સરકારે ઘણું બધું કર્યું છે પરંતુ આજે પણ ઘણું બધું કરવાની જરૂરિયાત છે , તેમ હાઇકોર્ટે કહ્યું હતું. 

કોરોનાના નવા વેરીયન્ટની અસરોથી બચવા લોકજાગૃતિ જરૂરી છે.  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોવીડ પ્રોટોકોલનું સરકાર ચુસ્તપણે પાલન કરાવે તેઓ કોર્ટનો નિર્દેશ કર્યો છે. સરકારી, અર્ધસરકારી કે ખાનગી હોસ્પિટલો સાચા આંકડાઓ અને real time data આપે તે માટે હોસ્પિટલ્સની જવાબદારી નક્કી કરવા પણ સરકારને કોર્ટે નિર્દેશ આપ્યા છે. 

સમાજના નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન સર્વિસ શરૂ કરવા સરકારને હાઇકોર્ટે સૂચન કર્યું છે. ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થશે તેવા અહેવાલો વચ્ચે બાળકો માટે હેલ્થ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી અને સુદ્રઢ રીતે તૈયાર કરવા માટે કોર્ટે નિર્દેશ આપ્યા છે. ઓક્સિજન પ્લાન્ટસ્ પણ ઝડપથી કાર્યરત કરવા માટે કોર્ટે નિર્દેશ આપ્યો છે. મેડિકલ સ્ટાફની કાયમી ભરતી ઝડપથી પૂર્ણ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. મેડિકલ એજ્યુકેશનમાં સકારાત્મક સુધારાની આવશ્યકતા હોવાનું પણ કોર્ટનું અવલોકન છે. 

કોરોનાની ત્રીજી લહેરને લઈને દિલ્લી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ મહત્વપૂર્ણ અને ચેતવણીરૂપ નિવેદન આપ્યું છે. રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે આશે તે કહી શકાય નહી. અને ત્રીજી લહેર કેટલી ખતરનાક હશે તે આપણે વ્યવહાર પર નિર્ભર કરે છે. એટલુ જ નહી સૌથી મોટુ નિવેદન ગુલેરીયાએ એ આપ્યું છે સપ્ટેમ્બર મહિનામાં બાળકોની વેક્સિન આવે તેવી શક્યતા છે.

દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા આવ્યા છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 35342 નવા કોરોનાના કેસ આવ્યા અને 483 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે 42383 અને બુધવારે 42015 નવા કેસ આવ્યા હતા. જ્યારે વિતેલા 24 કલાકમાં 38740 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 3881 એક્ટિવ કેસ ઘટી જશે.

કોરોના સંક્રમણના કુલ કેસ

દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર લોકો હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. મહામારીની શરાતથી લઈને અત્યાર સુધી ત્રણ કરોડ 12 લાખ 93 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 19 હજાર 470 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 3 કરોડ 4 લાખ 68 હજાર લોકો ઠીક પણ થયા છે.

42 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 22 જુલાઈ સુધી દેશભરમાં 42 કરોડ 34 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 54 લાખ 76 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી 45 કરોડ 29 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 16.68 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટ રેટ 3 ટકાથી ઓછો છે.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.3 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત સાતમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા નંબર પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case: મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો| Kartik PatelLion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Embed widget