શોધખોળ કરો

Gujarat Hooch Tragedy : આજે બોટાદમાં કોંગ્રેસના ધરણા, રઘુ શર્મા-જગદીશ ઠાકોર પણ જોડાશે

બરવાળા લઠ્ઠાકાંડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો આજે બોટાદમાં ધરણા કરવાના છે. બપોરે બે કલાકે જ્યોતિગ્રામ સર્કલ પાસે ધરણાનું આયોજન કરાયું છે.

બોટાદઃ બરવાળા લઠ્ઠાકાંડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો આજે બોટાદમાં ધરણા કરવાના છે. બપોરે બે કલાકે જ્યોતિગ્રામ સર્કલ પાસે ધરણાનું આયોજન કરાયું છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ ધરણા કરશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર સક્રીય થયા છે અને રાજકારણમાં જોડાવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો પણ આપી દીધા છે અને કોંગ્રેસ સાથે ચર્ચા ચાલું હોવાનો દાવો પણ કર્યો છે. આ સાથે તેમણે કોંગ્રેસમાં જોડાવા માટે એક શરત પણ રાખી દીધી છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવવાની શરત મૂકી છે. 

આ અંગે વાત કરતાં શંકરસિંહે જણાવ્યું હતું કે, આ દારૂબંધી આખી વિધાનસભાના હાથમાં છે. દારૂબંધીના નાટકનો હું વિરોધી છું. એટલે માની લો કે મારે કોંગ્રેસમાં જવાનું થાય તો મારી પહેલી હશે કે વિધાનસભાના સભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે. હું માનું કે મને હાઇકમાન્ડ હોય એ એવું કહે કે ધારાસભ્યો નક્કી કરે તો વાંધો ન હોઇ શકે. બહુમતી એમએલએ છે બધાય. છેવટે રાજ્યના માલિકો છે. પણ કુલડીમાં ગોળ ભાંગવાના મતનો હું નથી. 

તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાતમા રાજકીય શૂન્યાવકાશ છે અને નેતાગીરીના ક્રાંઈસીસ છે. ૨૭ વર્ષથી એક પક્ષનું સાશન છે પરંતુ કોઈ અધિકારી સક્રિય નથી. ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી જોઈએ. કોંગ્રેસના મિત્રો સાથે ચાલે છે. દારૂનો ગુજરાતમા ધંધો છે. અગાઉ પ્રજા શક્તિ પાર્ટી બનાવી હતી, પરંતુ એહમદ પટેલના મૃત્યુ પછી લોંચિંગ થયું નથી. લઠ્ઠાકાંડ થયો છે. સત્તા પક્ષના લોકો દારૂ પીવે ત્યાં દારૂબંધી ન થઈ શકે. આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.

સરકારને કંટ્રોલ નથી માટે હપ્તાખોરી થાય છે. જે પક્ષના પ્રમુખ બુટલેગર હોય ત્યાં દારૂબત્રધી શક્ય નથી. નશાબંધીની નીતિ સફળ ન થાય એના અનેક કારણો છે. ભાજપ શાસિત રાજ્યોમા દારૂબંધી છે. ગુજરાતમા દારૂબંધી શક્ય નથી. નશાબંધી અને આબકારી ખાતું મારા શાસનમા હતું. રાજકીય પક્ષમા જોડાવા સંદર્ભે નિર્ણય કરવામાં આવશે. પૂર્વની પટ્ટીમા આદીવાસી યુવાનોને રોજગારી મળે. સૌરાષ્ટ્રમા ઓબીસી યુવાનો રોજગારી મળી શકે.

એહેમદ પટેલના સ્વર્ગવાસ અને પછી કોંગ્રેસમા આવી જાઓ એવું કાર્યકર્તાનું કહેવું છે. કોંગ્રેસ સાથે ચર્ચા ચાલુ છે. કોંગ્રેસ જ્યારે નિર્ણય કરે તે કરે. કોંગ્રેસમા જવાનું થાય તો વિધાનસભા ના સભ્યો નક્કી કરી શકે. કુલડીમા ગોળ ભાંગવાના મતનો નથી. ભાજપ કરે એ લીલા. ૧૫ લાખ આપવાની વાત તો નરેન્દ્ર મોદીએ કરી હતી. ચૂંટણી પંચ પોપટ છે અને ચૂંટણી પંચે નિયમો બનાવવા જોઈએ. મતની લાલચમા ન નીકળાય.

મફતની રેવડી બાબતે શંકરસિંહ વાઘેલાનું નિવેદન. મતની લાલચમા મેં ધોખાધડી કરી નથી. ૪૦ હજાર કરોડની આવક રાજ્યને થઈ શકે. લાખો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમા પકડાય છે. ૫૦ લાખ યુવાનો બેકાર છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા
Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા
નામ પુછ્યું, કલમા પઢવાનું કહ્યું ને ગોળીઓ મારતાં બોલ્યા આતંકીઓ- 'તમે મોદીને બહુ માથે ચઢાવીને રાખ્યા છે'
નામ પુછ્યું, કલમા પઢવાનું કહ્યું ને ગોળીઓ મારતાં બોલ્યા આતંકીઓ- 'તમે મોદીને બહુ માથે ચઢાવીને રાખ્યા છે'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch: મધરાત્રે ધ્રુજી ગઈ કચ્છની ધરા, 5ની તીવ્રતાના આચંકાએ હચમચાવી નાંખી ધરા; Watch VideoJ&K Terror Attack:પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓના મોત, જુઓ આ વીડિયોમાંPahalgam Attack Updates: સેનાનું સર્ચ ઓપરેશન શરૂ, જુઓ અપડેટ્સ | Abp AsmitaAfter Attack Viral Vide: હુમલા બાદ ભારતીય સેનાને જોઈને પણ કાંપી ગયા પર્યટકો, જુઓ આ વાયરલ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા
Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા
નામ પુછ્યું, કલમા પઢવાનું કહ્યું ને ગોળીઓ મારતાં બોલ્યા આતંકીઓ- 'તમે મોદીને બહુ માથે ચઢાવીને રાખ્યા છે'
નામ પુછ્યું, કલમા પઢવાનું કહ્યું ને ગોળીઓ મારતાં બોલ્યા આતંકીઓ- 'તમે મોદીને બહુ માથે ચઢાવીને રાખ્યા છે'
Pahalgam Terror Attack: ગૃહમંત્રી અમિત શાહે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ
Pahalgam Terror Attack: ગૃહમંત્રી અમિત શાહે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ
Terror Attack: જન્મદિવસના એક દિવસ પહેલા સુરતના યુવકને મળ્યું મોત, બર્થ-ડે ઉજવવા પરિવાર સાથે ગયા હતા કાશ્મીર
Terror Attack: જન્મદિવસના એક દિવસ પહેલા સુરતના યુવકને મળ્યું મોત, બર્થ-ડે ઉજવવા પરિવાર સાથે ગયા હતા કાશ્મીર
શ્રીનગરમાં કથા દરમિયાન મોરારીબાપુએ મૃતક પરિવાર માટે 5 લાખની સહાય કરી જાહેર, કહી આ  વાત જુઓ વીડિયો
શ્રીનગરમાં કથા દરમિયાન મોરારીબાપુએ મૃતક પરિવાર માટે 5 લાખની સહાય કરી જાહેર, કહી આ વાત જુઓ વીડિયો
'ભારત જડબાતોડ જવાબ આપશે, સહન નહીં કરી શકે' - IPL ના ક્રિકેટરો ગુસ્સામાં, પહલગામ હુમલા પર કર્યા ટ્વીટ
'ભારત જડબાતોડ જવાબ આપશે, સહન નહીં કરી શકે' - IPL ના ક્રિકેટરો ગુસ્સામાં, પહલગામ હુમલા પર કર્યા ટ્વીટ
Embed widget