(Source: ECI/ABP News/ABP Majha)
Navratri 2021 : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો મોટા સમાચાર
આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. આ સાથે હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદને લઈને આગાહી કરી છે. નવરાત્રીમાં વરસાદનો ખતરો નહિ રહે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડ્યા પછી હવે વરસાદ મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. આ સાથે હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી 400 કિમિ દૂર છે. આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબર થી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં વરસાદનો ખતરો નહિ રહે. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ છે. 2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
શાહીન વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 12 કલાકમાં વેલમાર્ક પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. આગામી 24 કલાકમાં એ જ ડિપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. જો કે વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. જેને લઈને આજે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કચ્છ પર ડિપ ડિપ્રેશન સિસ્ટમ બની રહી છે.. ભારે વરસાદની સાથે 70થી 90 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં માંગરોળના સામરડા ગામે લોકોના ઘરોમાં ઘુસ્યા પૂરના પાણી ઘૂસ્યા છે. ગઈ કાલથી માંગરોળ પંથકમાં પડી રહેલ ભારે વરસાદથી માંગરોળનું ઘેડ પથંક ફરીએકવાર બેટમાં ફેરવાયું છે. ઘેડ પંથકના તમામ રસ્તાઓ ઉપર પૂરના પાણી ફરી વળતાં માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો ફરી એકવાર સંપર્ક વિહોણા થયા છે. ઘેડ પંથકના સામરડા ગામે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે.