શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના કયા મોટા શહેરમાં ભારે વરસાદની આગાહી કરી? જાણો વિગત
ઓડિશા પર લો-પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં 26થી 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાના વધુ એક રાઉન્ડની એન્ટ્રી થઈ છે. ઓડિશા પર લો-પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં 26થી 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી દીધી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે.
27મીએ અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા-ભરૂચ, સુરતમાં ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આગાહી વચ્ચે જે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.
28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હળવા ઝાપટાં પડી શકે છે. આમ, આગામી દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડથી ગરમીમાં રાહત મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement