ગુજરાત સરકારે વાહનાનો પસંદગીના નંબરને લઈને કરી મોટી જાહેરાત, જાણો વિગત
હવે તમે તમારા જૂના વાહનોનો રજિસ્ટ્રેશન નંબર પોતાની પાસે રાખી શકશો. જૂના વાહનનો નંબર હવે નવા ખરીદેલા વાહનો માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદઃ આજે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકાર પરીષદમાં સ્ક્રેપમાં જતાં વાહનો મુદ્દે નિવેદન આપ્યું હતું. હવે તમે તમારા જૂના વાહનોનો રજિસ્ટ્રેશન નંબર પોતાની પાસે રાખી શકશો. જૂના વાહનનો નંબર હવે નવા ખરીદેલા વાહનો માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ક્રેપ થતાં વાહનનો નંબર નવા ખરીદેલા વાહનમાં ઉપયોગમાં લઈ શકાય તેવો નિર્ણય પણ લેવાયો છે. નિર્ધારિત ચાર્જ ભરીને જૂના વાહનનો નંબર પોતાની પાસે જ રાખી શકાય તેવી પોલિસી બનાવી છે.
તેમણે જણાવ્યું હતું કે, આરટીઓમા દરેક માટે નંબર પસંદગી ખૂબ મહત્વની હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો વ્હિકલ નંબર ઇચ્છતો હોય છે. વ્યક્તિ પોતાનું વ્હિકલ વેચી શકે પણ પોતાનો નંબર પોતાની પાસે એ જ રાખી શકે તેવો રાજ્ય વાહન વ્યવહાર વિભાગનો નંબર. વ્હિકલ વેચી શકશે પણ નંબર એનો એ જ રહેશે, જો ઈચ્છે તો. સ્ક્રેપમા પણ વાહન સ્ક્રેપ કરી શકે પણ નંબર પોતાની પાસે જ રાખી શકશે.
ખરાબ રસ્તાઓ અંગે મંત્રી પૂરનેશ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. રોડ રી સરફેશિંગ માટે હાલ વિડિઓ ચેકીંગ કર્યું છે. બાકીના રસ્તાઓ ઝડપથી સરખા થશે.
'કોઈ નેતાથી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ'
ગાંધીનગરઃ ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં કોરોનાના નિયમો મુદ્દે નિવેદન આપ્યું હતું. આ સમયે તેમણે નેતાઓ દ્વારા તોડાતા કોરોના નિયમો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ. તેમણે કહ્યું કે, જાન્યુઆરી મહીનાથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ મોકૂફ રાખી છે. દરેક પ્રભારી મંત્રીઓ ને પ્રભારી જિલ્લામાં રહી ને સમીક્ષા કરવા કહેવાયું છે. આજે ગાંધીનગર જિલ્લાની કોરોના ની સ્થિતિની સમીક્ષા કરી છે. ગાંધીનગર મા સૌથી મોટા તાલુકા કલોલમા હોસ્પિટલમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. કોરોના માટેની તમામ સાધનો છે. ઓક્સિજન પ્લાન્ટ પણ તમામ તાલુકાઓમા છે. ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ રેસીઓ ખૂબ ઓછો છે. આ બેઠક મા ધન્વંતરિ રથ, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, આરોગ્ય સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે.
ભાજપના નેતાઓ દ્વારા કોરોના નિયમોના ભંગ કરવા મુદ્દે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી કે, બધા નિયમોથી બંધાયેલા છે. ચાહે સામાન્ય નાગરિક હોય કે ભાજપના નેતા. પોલીસને કહેવામાં આવ્યું છે માનવીય અભિગમ રાખી ને નિયમો પાલન કરવામાં આવે. કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ.