શોધખોળ કરો

ગુજરાતના આ 10 જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત, જાણો વિગત

ગુજરાતમાં કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમી દ્વારકા, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ અને સાબરકાંઠા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠામાં છે. જ્યારે ગુજરાતના એક માત્ર અમરેલી જિલ્લો એવો છે, જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લાએ કોરોનાને મ્હાત આપી છે. આમ, ગુજરાતમાં હાલ 7 જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી. આ ઉપરાંત રાહતના સમાચાર એ છે કે, ગુજરાતના વધુ 10 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. તાપી જિલ્લામાં પણ બે કેસ છે, જેમાંથી એક કોરોનાને મ્હાત આપી છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. આવી જ રીતે વલસાડમાં 6 કેસ નોંધાયેલા છે, જેમાંથી એકનું મોત થયું છે અને 3 વ્યક્તિએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હવે બે જ કેસ બાકી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે જ કેસ નોંધાયેલા છે. તેમજ અન્ય કેસો સામે આવ્યા નથી. આવું દેવભૂમી દ્વારકામાં છે, જ્યાં 3 કેસો નોંધાયા છે. આ પછી નવા કેસ આવ્યા નથી. આમ, ગુજરાતમાં કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 11 લોકો સાજા થઈ  ગયા છે. જ્યારે હવે ફક્ત 3 લોકો સારવાર હેઠળ  છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયેલા છે, જેમાંથી બેનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો સાજા થયા છે. આમ, હવે પાંચ લોકો સારવાર હેઠળ રહ્યા છે. આવી જ રીતે જામનગરમાં પાંચ કેસો છે, જેમાંથી એકનું મોત થયું છે અને હવે ચાર લોકો સારવાર હેઠળ રહ્યા છે, ત્યારે એવી આશા છે કે, આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં પાંચથી વધુ કેસો એક્ટિવ નથી.

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget