શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા જીત્યાં કે નહીં ? જાણો મોટા સમાચાર
રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પછી પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની પણ કારમી હાર થઈ છે.
રાજકોટઃ અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે ભાજપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 72 બેઠકો છે. આ પૈકી ભાજપે 68 બેઠકો જીતી લેતાં રાજકોટ મનપામાં ભાજપનું ફરી શાસન આવશે. બીજી તરફ કોંગ્રેસે માત્ર 4 બેઠકો પર જીત મેળવી છે. રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પછી પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની પણ કારમી હાર થઈ છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત કેસરિયો લેહરાયો છે. આ જીતના કારણે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ છે. રાજકોટમાં કોંગ્રેસના સૂપડાં સાફ થયાં છે. શહેર કોંગ્રેસ અશોક ડાંગરે હાર સ્વીકારી છે. વોર્ડ 17ના રિઝલ્ટ પૂર્વે જ કોંગ્રેસના અશોક ડાંગરે હાર સ્વીકારી લીધી છે. ભાજપને બે રાઉન્ડના અંતે 3000 જેટલી લીડ છે. જેને પૂરવી અશક્ય છે. હાર સ્વીકારી છીએ, પણ જે મત મળી રહ્યા છે તે અચંબો આપનાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion